Aapnu Gujarat
ગુજરાત

વાવના ભાજપ મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં પકડાતાં ચકચાર

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાય લોકો છુટથી દારૂની લિજ્જત માણે છે. છાશવારે પોલીસ દારૂ પીને છાટકા બનેલા લોકોની ધરપકડ કરે છે છતાં પણ લોકો દારૂનો નશો કરતા પકડાતા હોય છે પરંતુ જયારે કોઇ રાજકીય પક્ષના નેતા કે હોદ્દેદાર દારૂ પીતાં રંગેહાથ પકડાય તો તે સમાચાર ભારે ચર્ચા અને વિવાદમાં રહે છે. આવા જ એક કિસ્સામાં, બનાસકાંઠાના વાવના ભાજપ મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં ઝડપાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને ભાજપના સ્થાનિક અને પ્રદેશ વર્તુળમાં આ બનાવને લઇ નીચુ જોવાનો અને વિપક્ષના પ્રહાર સહન કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા વાવના ભાજપના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે જ ઝડપાઇ ગયા હતા.
બાકાસર ત્રણ રસ્તા નજીક ભાજપના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણને તેમની ગાડી સાથે પોલીસે ઝડપી લઇ તેમની તપાસ કરતાં તેઓ દારૂ પીધેલી હાલતમાં જણાયા હતા. પોલીસે તેમની ગાડી પણ જપ્ત કરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, કોઇ સામાન્ય માણસ કે બુટલેગર આ પ્રકારે પકડાયો હોય તો પોલીસ તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી છેક સુધી કોર્ટ કાર્યવાહી કરતી હોય છે ત્યારે પ્રસ્તુત કેસમાં ભાજપના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ પોતે જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે તો પોલીસ હવે તેમની વિરૂધ્ધ ન્યાયી રીતે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી ભાજપના ઇશારે સમગ્ર પ્રકરણમાં ભીનુ સંકેલી લેવાશે તેને લઇ સમગ્ર પંથક તેમ જ વિપક્ષ કોંગ્રેસમાં ચર્ચા તેજ બની છે.

Related posts

નર્મદા જિલ્લામાં તા. ૨૫ મી એ “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની થનારી ઉજવણી

aapnugujarat

मोदी और शाह की विचारधारा के सरदार प्रचंड विरोधी थे  : आनंद शर्मा 

aapnugujarat

સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગે પાંચ શિકારી ઝડપ્યા

editor

Leave a Comment

UA-96247877-1