Aapnu Gujarat
ગુજરાત

નેચર ફોર વોટરની થીમ સાથે ગાંધીનગરમાં ઉજવણી કરાઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ ગુરૂવાર, તા. ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૧૯૯૩થી સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો વિષય રાખવામાં આવ્યો છે. ૨૧મી સદીમાં પાણીના પડકારોનો સામનો કરવા માટે કુદરત-આધારિત ઉકેલ લાવવાના ધ્યેય સાથે પાણીનો વધુ પડતો બગાડ અટકાવવો તેમજ હાલના જળ સંસાધનોનો ઉચિત ઉપયોગ કરવા વિષયે ગુરૂવારે વિશ્વ જળ દિવસની ઉજવણીમાં સામૂહિક ચિંતન-મનન થશે. મુખ્યમંત્રી આવતીકાલે સવારે ૯/૩૦ કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમમાં પ્રારંભ કરાવશે. પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ આ ઉજવણીમાં જોડાશે. વિજય રૂપાણી આ અવસરે જળસંરક્ષણ માટે જનઅભિયાન તેમજ પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે ડ્યૂઅલ ફલશ સિસ્ટમ લોન્ચીંગ કરાવવાના છે. મુખ્યમંત્રી રાજ્યમાં લોકભાગીદારી અને લોકવ્યવસ્થાપનથી ગ્રામીણ ક્ષેત્રે કાર્યરત પાણી સમિતિઓનું સુચારૂ સંચાલન અને સાધનોની મરામત નિભાવણી કરતી ૧૫૦ મહિલા પાણી સમિતિઓને પુરસ્કારથી સન્માનિત કરશે. વિશ્વ જળ દિવસના આ રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન વાસ્મો, પાણી પુરવઠા, વન પર્યાવરણ અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

Related posts

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે

editor

सुप्रीम कोर्ट ने 2002 गुजरात दंगे की पीड़िता बिलकिस बानो को दो हफ्ते में मुआवजा और नोकरी का आदेश दिया

aapnugujarat

*૧૩૧- લીમખેડા ના ધારાસભ્ય ગુજરાત વિધાનસભા ખાતે ગ્રુપ ફોટો સેશન માં હાજર રહ્યા હતા*

aapnugujarat

Leave a Comment

UA-96247877-1