Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૧૪૬૪ કન્ટેનર ખરીદવા માટે દરખાસ્ત મંજુર

રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામા આવે એ અગાઉ આજરોજ મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની અંતિમ બેઠકમાં અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળોએ મુકવા માટે કુલ ૧૪૬૪ જેટલા કન્ટેનરોની રૂપિયા ૬.૫૭ કરોડ ઉપરાંતની રકમથી ખરીદી કરવા દરખાસ્તને મંજુરી આપવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે સંભવત આવતીકાલે તારીખોની જાહેરાત કરાઈ શકે એમ છે આ અગાઉ આજરોજ મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ફરી એક વખત કરોડો રૂપિયાની ખરીદી અંગેની અનેક દરખાસ્તો સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમા તાકીદની દરખાસ્ત તરીકે રજુ કરવામા આવી હતી.આ દરખાસ્તમાં અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોનમાં નિયત કરવામા આવેલી સેકન્ડરી વેસ્ટ સ્ટોરેજ સાઈટ ઉપર મુકવા માટે ૪ કયુબીક મીટર કેપેસીટીના લીલા રંગના કન્ટેનર રૂપિયા ૪૦,૯૫૦ના દરથી એમ કુલ ૧૧૦૦ નંગ કન્ટેનર જેની અંદાજિત કિંમત રૂપિયા ૪,૫૦,૪૫,૦૦૦ના ખર્ચથી અને ૪ કયુબીક મીટરની ક્ષમતાના કાળા રંગના ૧૪૪ નંગ કન્ટેનર કુલ અંદાજિત કિંમત રૂપિયા ૫૮,૯૬,૮૦૦ના ખર્ચથી તેમજ ૭ કયુબીક મીટર કેપેસીટીના કાળા અને લીલા રંગના કન્ટેનર કે જેની કિંમત પ્રતિ કન્ટેનર દીઠ રૂપિયા ૬૭,૪૫૦ના દરથી કુલ ૨૨૦ નંગ કુલ અંદાજીત કિંમત રૂપિયા ૧,૪૮,૩૯,૦૦૦ના ખર્ચથી એમ કુલ મળીને કુલ ૧૪૬૪ નંગ કન્ટેનરોની ખરીદી રૂપિયા ૬,૫૭,૮૦,૮૦૦ની કિંમતથી ખરીદી કરવા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમા રજુ કરવામા આવેલી તાકીદની દરખાસ્તને કમિટી દ્વારા મંજુર કરવામા આવી છે.આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં મુકવામા આવનારા કન્ટેનરોના નિયમિત ધોરણે લિફટીંગ વગેરે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હયાત એવા ૩૫ નંગ ડમ્પર પ્લેસર વાહનોમાં જરૂરી રીપેરીંગની કામગીરી કરવા સહિત તેના પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટથી કામગીરી માટે પ્રતિ ટ્રીપના ફીકસ કોસ્ટના રૂપિયા ૨૬૭ અને પ્રતિ કિ.મી. રનીંગ વેરીએબલ કોસ્ટના દરથી પાંચ વર્ષ માટેના કોન્ટ્રાકટની દરખાસ્તને મંજુરી આપવામા આવી છે.

Related posts

अहमदाबाद में पिछले पांच वर्ष में मलेरिया, डेन्ग्यू के ४० हजार के अधिक केस दर्ज किए गए

aapnugujarat

चुनाव : प्रथम दौर के लिए अधिसुचना जारी कर दी 

aapnugujarat

ઘરેથી ભાગી ગયેલી સગીરાને પરિવાર સુધી પહોંચાડતી 181 અભયમ ટીમ

editor

Leave a Comment

UA-96247877-1