Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં ભાજપનો ભગવો

ઉત્તર ગુજરાતની ચાર બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જણાતો હતો પરંતુ એકઝીટ પોલમાં ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવવાનો વર્તારો અપાયો હતો તે મુજબ, ઉત્તર ગુજરાતમાં અપેક્ષા મુજબ, ભાજપનો ભગવો લહેરાયો હતો અને કોંગ્રેસનો સફાયો થયો હતો. ઉત્તર ગુજરાતની એક પણ બેઠક પર કોંગ્રેસની લાજ બચાવે તેવું કંઇ ઉકાળ્યુ નહી એક્ઝિટ પોલ અનુસાર ભાજપના ઉમેદવારો આગળ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણ બેઠક પર દૂધ સાગર ડેરીએ તેના સભાસદો અને પશુપાલકોને ભાજપને મત નહીં આપવા કહીને રીતસરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. પરંતુ, મતદારોએ વોટ કોને આપ્યા હતા એ ઈવીએમની ચકાસણી થતાં જ સામે આવ્યું હતું. ઉત્તર ગુજરાતની ચારેય બેઠકોનું પરિણામ ચોંકાવનારું આવી શકે છે તેવી લોકો ચર્ચા થતી હતી પરંતુ પરિણામ એક તરફી ભાજપ તરફી જ આવ્યું હતું. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારો અનુક્રમે શારદાબહેન પટેલ, ભરતસિંહ ડાભી, પરબત પટેલ અને દિપસિંહ રાઠોડ વિજયી જાહેર થયા હતા. પૂર્વ ઉદ્યોગમંત્રી સ્વ. અનિલ પટેલના ધર્મપત્ની અને ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ કોંગ્રેસના એ.જે.પટેલથી આગળ ચાલતા હતા. ભાજપ અને કોગ્રેસે અહીં પાટીદાર ઉમેદવારને ઉતાર્યા હતા. કડવા પાટીદારનું સમાજકારણ બંને ઉમેદવારોનું ભાવી નક્કી કરી રહ્યા હતા. એક તબક્કે દૂધસાગર ડેરીની અપીલે ભાજપ માટે અહીં ખતરાની ઘંટડી વગાડી હતી પરંતુ વિધાનસભાના પરિણામો જેવું જ પરિણામ જોવા મળ્યુ હતું અને ભાજપના શારદાબહેન પટેલ ચૂંટાયેલા જાહેર થયા હતા. ખેરાલુના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પાટણ બેઠક પર મતગણતરી દરમ્યાન શરૂઆતથી જ આગળ ચાલી રહ્યા હતા. તેમની સામે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને હાલના ઉમેદવાર પાછળ રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રચારના અંતમાં પાટણની બેઠક પર પ્રચાર કરીને ઉમેદવારોને જીત અપાવવા કરેલી અપીલ કામ કરતી જણાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું હતું અને ભાજપના ભરતસિંહ જીતી ગયા હતા. બનાસકાંઠા બેઠક પર ગુજરાત સરકારમાં મંત્રી એવા પરબત પટેલ અને સહકારી ક્ષેત્રના અગ્રણી પરથી ભટોળ વચ્ચેના જંગમાં ભાજપ આગળ ચાલી રહ્યુ હતું. ભાજપની બનાસકાંઠામાં જીત નિશ્ચિત થઇ ગઇ હતી. ગુજરાત ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરીને કોંગ્રેસની બાજી બગાડી દીધી હતી અને અપેક્ષા મુજબ ભાજપને આ બેઠક પર અપક્ષ ઉમેદવારના કારણે ફાયદો થતો દેખાયો હતો અને પરબત પટેલ વિજયી બન્યા હતા. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને કોંગ્રેસે ઉતારતા ભાજપે સાબરકાંઠાની બેઠક પર સાંસદ દીપસિંહ રાઠોડને ફરી તક આપી હતી. જેમાં દીપસિંહ રાઠોડ ભાજપની અપેક્ષા પૂર્ણ કરતા દેખાયા હતા. કોંગ્રેસના ઉમેદવારને તેમણે પાછળ છોડી દીધા હતા અને અહીં ભાજપને જીતાડયુ હતુ.

Related posts

કડીમાં મહિલા કોસ્ટેબલનું ટ્રકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

aapnugujarat

बस स्टेन्ड से अतिक्रमण हटाने की योजना असफल

aapnugujarat

अरावली में 50 कांग्रेस कार्यकर्ता AIMIM से जुड़े

editor

Leave a Comment

UA-96247877-1