Aapnu Gujarat
રમતગમત

એશિયા કપ હોકી ટ્રોફી પર ભારતનો ફરીવખત કબજો

એશિયા કપની ફાઇનલમાં ભારતે મલેશિયાને ૨-૧થી હાર આપીને આ ટ્રોફી ઉપર ત્રીજી વખત કબજો જમાવી લીધો હતો. આની સાથે જ એશિયામાં હોકીમાં ભારતનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે. ભારત તરફથી રમનદીપસિંહ અને લલિત ઉપાધ્યાયે એક એક ગોલ કર્યા હતા જ્યારે મલેશિયા તરફથી એકમાત્ર ગોલ સહારીલ સબાહ દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતે મેચના પ્રથમ હાફમાં જ બંને ગોલ ફટકારી દીધા હતા. મેચના પ્રથમ ક્વાર્ટરમાં જ ત્રીજી મિનિટમાં જ રમનદીપસિંહે ગોલ કરીને ભારતને લીડ અપાવી દીધી હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં લલિત ઉપાધ્યાયે ભારત તરફથી બીજો ગોલ ફટકાર્યો હતો. મલેશિયા તરફથી મેચના ચોથા ક્વાર્ટરમાં સબાહ દ્વારા ગોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મલેશિયન ટીમ કોઇ ગોલ કરી શકી ન હતી. આની સાથે જ ભારતે ટ્રોફી જીતી લીધી હતી. પ્રથમ તબક્કામાં જ ભારતે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. મેચની ત્રીજી મિનિટમાં એસ સુનિલે રમનદીપસિંહને શાનદાર પાસ આપ્યો હતો અને રમનદીપસિંહે કોઇપણ ભુલ કર્યા વગર ગોલમાં ફેરવી નાંખવામાં સફળતા મેળવી હતી. મેચની શરૂઆતમાં જ ગોલ કરીને ભારતીય ટીમ જોરદાર ઉત્સાહમાં આવી ગઈ હતી. મલેશિયા ઉપર દબાણ સતત વધાર્યું હતું. મલેશિયન ટીમને વધારે તક મળી ન હતી. ભારતે શાનદાર રમત છેલ્લે સુધી જારી રાખી હતી. હાફ ટાઇમ બાદ પણ ભારતે સતત અટેક જારી રાખ્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો કોઇ ગોલ કરી શકી ન હતી. ક્વાર્ટરમાં મલેશિયન ટીમ ઉપર દબાણ દેખાઈ રહ્યું હતું. ભારતે સમગ્ર એશિયા કપમાં શાનદાર રમત રમીને હરીફ ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી. પાકિસ્તાન ઉપર પણ જોરદાર જીત ભારતે હાંસલ કરી હતી. એશિયામાં પ્રભુત્વ અકબંધ રહ્યું છે.

Related posts

૨૫ વર્ષ બાદ પ્રથમ વાર ભારતે દ .આફ્રિકામાં વન-ડે શ્રેણી જીતી

aapnugujarat

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ : સ્ટીવ સ્મિથ નંબર ૧ બન્યો

editor

बुमराह, सिराज पर की गई नस्लीय टिप्पणी

editor

Leave a Comment

UA-96247877-1