Aapnu Gujarat
રમતગમત

૨૫ વર્ષ બાદ પ્રથમ વાર ભારતે દ .આફ્રિકામાં વન-ડે શ્રેણી જીતી

પોર્ટ એલિઝાબેથ મેદાન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની પાંચમી વન ડે મેચમાં ભારતે જોરદાર દેખાવ કરીને યજમાન આફ્રિકા પર ૭૩ રને શાનદાર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ૨૫ વર્ષમાં પ્રથમ વખત વનડે શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે નવો ઇતિહાસ સર્જયો હતો. મંગળવારનો દિવસ ભારતીય ટીમ માટે મંગળમય રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ આફ્રિકાને તેની જમીન પર જ હાર આપીને શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. આફ્રિકામાં વનડે શ્રેણી જીતનાર કોહલીની ટીમ પ્રથમ ભારતીય ટીમ બની ગઇ હતી. દુનિયાની નંબર વન ટીમે સાબિતી આપી હતી કે તે શા માટે નંબર વન છે અને આ સ્થાન પર કેમ પહોંચ છે. જીતમાં કોહલીની ભૂમિકા મોટી ન હતી. તે ૩૬ રન કરીને આઉટ થયો હતો. જો કે બાકીની મેચોમાં તેની ભૂમિકા નિર્ણાયક રહી હતી. કોહલી દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન પણ બની ગયોછે. પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૭૪ રન કર્યા હતા. ભારત તરફથી શાનદાર ફોર્મ હાંસલ કરીને રોહિત શર્માએ ફરી સદી કરી હતી. તે ૧૨૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૧૫ રન કરીને આઉટ થયો હતો. જો કે બાકીના ખેલાડીઓ વધારે સારો દેખાવ કરી શક્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ ૪૨.૨ ઓવરમાં ૨૦૧ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ભારતને દક્ષિણ આફ્રિકામાં શ્રેણી જીતવા માટે ખુબ ઇન્તજાર કરવાની ફરજ પડી છે. ભારતે વર્ષ ૧૯૯૨માં આફ્રિકાનો પ્રથમ વખત પ્રવાસ કર્યો હતો. અઝહરુદ્ધીનના નેતૃત્વમાં ભારતીય ટીમને ૨-૫થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા જોહાનીસબર્ગ ખાતે ૧૦મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં ખરાબ વાતાવરણ અને વરસાદના લીધે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે દક્ષિણ આફ્રિકાએ ભારત ઉપર ૧૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે પાંચ વિકેટે જીત મેળવીને વનડે શ્રેણીમાં લીડ કાપી હતી. પહેલા આ મેચમાં ભારતે સાત વિકેટે ૨૮૯ રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. શિખર ધવને ૧૦૦મી વનડે મેચ રમતા ૧૦૯ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ પદ્ધતિ આધારે આફ્રિકાને ૨૮ ઓવરમાં ૨૦૨ રન કરવાના હતા જે મુશ્કેલ ટાર્ગેટ હોવા છતાં આફ્રિકાએ બનાવી લીધા હતા. અગાઉ કેપટાઉન ખાતે ૭મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવી લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. તે પહેલા ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ વનડે મેચમાં પણ ભારતે જીત મેળવી હતી. વનડે રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં બીજા સ્થાને છે. આફ્રિકાની ટીમમાં અનેક ખેલાડી ઇજાગ્રસ્ત હોવાના કારણે રમી રહ્યા નથી. એબી ડિવિલિયર્સ ચોથી મેચમાં ટીમમાં પરત ફર્યો હતો. જ્યારે ડુ પ્લેસીસ અને ડીકોક હજુ ઇજાગ્રસ્ત છે. બન્ને રમી રહ્યા નથી. પ્રથમ મેચમાં ડુ પ્લેસીસે ૧૨૦ રનની ઇનિગ્સ રમી હતી. ત્યારબાદ તેની આંગળીમાં ફ્રેકચર થતા તે આઉટ થઇ ગયો હતો. બીજી વનડે મેચ દરમિયાન ડીકોક પણ ઘાયલ થઇ ગયો હતો. હાસીમ આમલા સિવાય બાકીના તમામ બેટ્‌સમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા નથી. અમલા પણ પાંચ મેચોમાં માત્ર એક અડધી સદી કરી શક્યો છે. બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ શ્રેણી જીત્યાબાદ માનવામાં આવી રહ્યુ હતુ કે ભારતીય ટીમ વનડેમાં પણ હારશે પરંતુ દબાણ હેઠળ ટીમ ઇન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી. ભારતીય ટીમના શાનદાર દેખાવના કારણે દેશના કરોડો ચાહકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે.

Related posts

कोहली ने वनडे में बनाए सबसे तेज 12 हजार रन

editor

सौरभ गांगुली की मां बीमार, नहीं लेंगे MCC की मीटिंग में हिस्सा

aapnugujarat

મહિલા હોકી એશિયા કપઃ ભારતે ચીનને ૫-૪થી હરાવી જીત્યો ખિતાબ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1