Aapnu Gujarat
રમતગમત

આઈસીસી રેંકિંગ : ભારતીય ટીમ ફરીવાર નંબર વન બની

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હાર આપીને વનડે રેંકિંગમાં પ્રથમ સ્થાન ઉપર પહોંચી જવામાં સફળતા મેળવી છે. પાંચમી વનડે મેચ જીતીને આનો સીધો ફાયદો લીધો છે. ટીમ ઇન્ડિયા ફરી એકવાર આઈસીસી વન ડે રેંકિંગમાં પ્રથમ સ્થાન ઉપર પહોંચી ગઈ છે. આફ્રિકા ઉપર ૭૩ રને જીત મેળવીને શ્રેણીમાં ૪-૧ની નિર્ણાયક લીડ લઇ લીધી છે. આ જીતની સાથે જ ભારતીય ટીમ આઈસીસી રેંકિંગમાં ૧૨૨ પોઇન્ટ સાથે ટોપ ઉપર પહોંચી ગઈ છે. આફ્રિકાની ટીમ ૧૨૧ પોઇન્ટથી પાછળ થઇને ૧૧૮ પોઇન્ટ ઉપર આવી ગઈ છે. ભારતીય ટીમે સિરિઝની શરૂઆત ૧૧૯ પોઇન્ટ સાથે કરી હતી ત્યારે તેને ટોપ ઉપર પહોંચવા સિરીઝની ચાર મેચોમાં જીત મેળવવાની જરૂર હતી. આ શ્રેણીની છઠ્ઠી મેચ શુક્રવારના દિવસે રમાશે. આફ્રિકાની ટીમ આ મેચ જીતી જશે તો પણ ભારત નંબર વન પર રહેશે. ભારતીય ટીમ છઠ્ઠી વનડે મેચ જીતી જશે તો શ્રેણી ૫-૧થી જીતશે અને તેના ૧૨૩ પોઇન્ટ થઇ જશે અને આફ્રિકાના ૧૧૭ પોઇન્ટ થઇ જશે. ભારતને આફ્રિકામાં વનડે શ્રેણી જીતવા માટે ખુબ સમયની રાહ જોવી પડી છે. ભારતે વર્ષ ૧૯૯૨માં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વખત પ્રવાસ કર્યો હતો. અઝહરુદ્દીનના નેતૃત્વમાં ભારતીય ટીમે સાત વનડે મેચોની શ્રેણી ૨-૫થી ગુમાવી હતી. ત્યારબાદ ૧૯૯૬-૯૭માં ૦-૪, ૨૦૦૦-૦૧માં ત્રિકોણીય શ્રેણી રમાઈ હતી જેમાં ભારતીય ટીમ ફાઈનલમાં આફ્રિકા સામે હારી ગઈ હતી. ૨૦૦૬-૦૭માં ૦-૭, ૨૦૧૦-૧૧માં ૨-૩, ૨૦૧૩-૧૪માં પણ ભારતની હાર થઇ હતી. ૨૦૧૩-૧૪માં ૦-૨થી ભારતની હાર થઇ હતી. એકંદરે ભારતીય ટીમનો દેખાવ આફ્રિકન જમીન ઉપર ખુબ જ નિરાશાજનક રહ્યો હતો. હવે આ મેચ જીતીને ભારતે ૨૫ વર્ષના લાંબાગાળા બાદ વનડે શ્રેણી આફ્રિકન જમીન ઉપર જીતીને ઇતિહાસ સર્જ્યો હતો.

Related posts

अनु रानी ने रचा इतिहास, फाइनल में पहुंचने वाली पहली भारतीय

aapnugujarat

પૂનમ પાંડેએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અંગે વિવાદિત નિવેદન આપ્યું

editor

મને ખ્યાલ નથી કે મારા પર પ્રતિબંધ કેમ લગાવ્યો હતો : અઝહરુદ્દીન

editor

Leave a Comment

UA-96247877-1