Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જાકિર નાઇક સામે ટૂંકમાં ચાર્જશીટ દાખલ થશે

મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ મામલામાં એનઆઈએ વિવાદાસ્પદ ઇસ્લામિક ધાર્મિક ઉપદેશક જાકીર નાઇકની સામે ટૂંકમાં જ ચાર્જશીટ દાખલ કરશે. આના માટેની તૈયારી કરી લેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, ચાર્જશીટ આ સપ્તાહમાં જ ખાસ અદાલતમાં સુપરત કરવામાં આવનાર છે. ૫૧ વર્ષીય જાકીરની સામે મની લોન્ડરિંગ અને ત્રાસવાદના મામલામાં એનઆઈએ તપાસ કરી રહી છે. જુલાઈ ૨૦૧૬માં જ્યારે ભારત છોડી દીધું ત્યારે બાંગ્લાદેશમાં સ્થિત આતંકવાદીઓએ દાવો કર્યો હતો કે, તેઓ જાકીરના ભાષણથી પ્રભાવિત હતા. એનઆઈએ દ્વારા મુંબઈ સ્થિત પોતાની શાખામાં આઈપીસીની જુદી જુદી કલમ હેઠળ ૧૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે જાકીરની સામે કેસ દાખલ કર્યો હતો.
માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા જાકીર નાઇકના વિવાદાસ્પદ નિવેદનો દર્શાવનાર પીસ ટીવી પર પ્રતિબંધ મુકી દીધો છે પરંતુ તાજેતરમાં જ તેમના ભાષણના વિડિયો કાશ્મીરમાં લોકલ ટીવી ચેનલ અને કેબલ ઓપરેટરો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. વિડિયો સપાટી ઉપર આવ્યા બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે, જાકીર નાઇકના વિવાદાસ્પદ પીસ ટીવી હવે બીજીરીતે કાશ્મીરમાં છે. આ વિડિયોમાં જાકીર બીજા ધર્મના લોકોને લઇને વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા છે. જાકીર નાઇક પર દિન પ્રતિદિન સકંજો વધુને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. એનઆઈએ દ્વારા ચાર્જશીટ દાખલ કરીને તેમની સામે કાર્યવાહીને વધુ તીવ્ર કરવામાં આવશે. જાકીર નાઇકને લઇને માનવામાં આવી રહ્યું છે કે, તેઓ હાલમાં વિદેશમાં છુપાયેલા છે અને ધરપકડને ટાળવા માટેના તમામ પ્રયાસો કરીરહ્યા છે. તેમની સામે વારંવાર કાર્યવાહી માટે આદેશો જારી થઇ ગયા છે. તેમની સંપત્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવી ચુકી છે.

Related posts

હિમાચલમાં સુરક્ષા વચ્ચે રેકોર્ડ ૭૫ ટકાથી વધુ મતદાન

aapnugujarat

लातूर में हेलिकोप्टर दुर्घटना में फडणवीस का आबाद बचाव हुआ

aapnugujarat

હોમવર્ક ન લાવેલી બાળકીને ૧૬૮ લાફા માર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1