Aapnu Gujarat
રમતગમત

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ : સ્ટીવ સ્મિથ નંબર ૧ બન્યો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન માટે ખરાબ સમાચાર છે. કેન વિલિયમસન હવે દુનિયાનો નંબર વન બેટ્‌સમેન નથી રહ્યો, લેટેસ્ટ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટનનું સ્થાન થોડું નીચે આવી ગયું છે. કેન વિલિયમસનની જગ્યાએ ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ દુનિયાનો નંબર ૧ બેટ્‌સમેન બની ગયો છે.
લેટેસ્ટ રેકિંગ અનુસાર સ્ટિવ સ્મિથ ૮૯૧ અંક સાથે પ્રથમ નંબર પર પહોંચી ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડની સામે ૨ ટેસ્ટ મેચની સીરિઝ બાદ વિલિયમસન બીજા સ્થાન પર સરક્યો છે.ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેન માર્નસ લબુશેન ત્રીજા નંબરે છે, જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હવે ચોથા ક્રમે આગળ વધ્યો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જાે રૂટ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કંઇક અદ્દભૂત બતાવી શક્યો નહીં, તેથી જ તેનું રેન્કિંગ નીચે આવી ગયું છે અને તે હવે પાંચમા ક્રમે છે.
ભારતના ૨ બેટ્‌સમેન ઋષભ પંત, રોહિત શર્મા છઠ્ઠા નંબર પર છે. હેનરી નિકોલ્સ ૮માં, ડેવિડ વોર્નર ૯માં અને બાબર આઝમ ૧૦માં નંબરે છે.કેન વિલિયમસનની ઈજાથી સ્ટીવ સ્મિથને ફાયદો થયો છે. ઈજાના કારણે કેન વિલિયમસન ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમ્યો ન હતો અને તે પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો. વિલિયમસનને આનું પરિણામ સહન કરવું પડ્યું. વિલિયમસન ૯ રેટિંગ પોઇન્ટ ગુમાવ્યો હતો કારણ કે, તે બીજી ટેસ્ટમાંથી બહાર ગયો હતો અને બીજા નંબરની પોઝિશન પર આવી ગયો હતો. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જાે કેન વિલિયમસન ભારત સામે મોટી ઇનિંગ્સ રમશે તો તે ફરી એક વાર નંબર ૧ રેન્કિંગમાં પહોંચી શકે છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ૧૮ જૂનથી સાઉધમ્પ્ટનમાં રમાશે. આ ફાઈનલ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ નંબર ૧ ટેસ્ટ ટીમ બની ગઈ છે. તેણે ભારતને પાછળ છોડી દીધું છે. જાે ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતે છે, તો તે ફરી એક વાર નંબર ૧ના સ્થાન પર પહોંચી શકે છે.

Related posts

दूसरा वनडे गंवाना ऑस्ट्रेलिया की हिम्मत पर जोरदार पंच जैसा : वार्न

editor

कोपा अमेरिका फुटबॉल टूर्नामेंट : चोट के चलते QF से बाहर हुए फर्नांडिन्हो

aapnugujarat

हमें युवाओं को मौका देने की जरुरत : लसिथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1