15 વર્ષથી રોશનભાભીના રોલમાં જોવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jennifer Mistry Bansiwal) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો છોડી દીધો છે. એક્ટ્રેસે પ્રોડ્યૂસર આસિત મોદી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી આ પરેશાનીનો સામનો કરી રહી હતી અને આ બધું એટલા માટે સહન કરી રહી હતી કારણ કે તેને નોકરી જવાનો ડર હતો. આ સિવાય પૈસા, નામ અને ખ્યાતિ તેને આ શો દ્વારા મળી છે તેમજ આજે તે જે કંઈ છે તેના કારણે છે. તે કંઈ ખરાબ કરવા માગતો નહોતી. પરંતુ સ્થિતિ હદ બહાર જતાં રહેતા તેણે પોતાનું મોં ખોલવાનો નિર્ણય લીધો હતો. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ક્લિપ શેર કરી છે અને TMKOCના મેકર્સને મજબૂત મેસેજ મોકલ્યો છે.
વીડિયોમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલ કહી રહી છે કે ‘મૌનને મારી નબળાઈ ન સમજતા. હું એટલા માટે મૌન છું કારણ કે મારામાં રીત છે. સાચું શું છે તે ભગવાન જાણે છે. યાદ રાખ, તેના ઘરમાં મારા કે તમારામાં કોઈ ફરક નથી’. આ સાથે કેપ્શનમાં લખ્યું છે ‘સત્ય બહાર આવશે અને ન્યાય મળશે’. આ અંગે યૂઝર્સને અલગ-અલગ રિએક્શન સામે આવ્યા છે. કેટલાકે તેને સપોર્ટ આપ્યો છે તો કેટલાકે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.