Aapnu Gujarat
મનોરંજન

રણબીર કપૂરે તખ્ત ફિલ્મ ઠુકરાવી…!!

કરણ જોહરનાં ડ્રીમ પ્રોજેક્ટ ‘તખ્ત’ની સ્ટારકાસ્ટની જાહેરાત કરવામાં આવી ગઈ છે. તેમની આ મલ્ટી સ્ટારર ફિલ્મ એક પીરિયડ ડ્રામા મૂવી છે. આ પ્રોજેક્ટ માટે બી-ટાઉનનાં જાણીતા સ્ટાર્સ એક સાથે જોવા મળશે. સ્ટાર કાસ્ટની આ લિસ્ટમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, જ્હાન્વી કપૂર અને અનિલ કપૂરનું નામ સામેલ છે. આ લિસ્ટમાં રણબીર કપૂરનું નામ પણ જોડાવાનું હતુ, પરંતુ તેણે ના કહી દીધી છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ માટે કરણ જોહરે રણબીર કપૂરને એક રૉલ ઑફર કર્યો હતો, પરંતુ તેણે આ ફિલ્મનો ભાગ બનવાની ના કહી દીધી હતી. રણબીર કપૂરને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ પસંદ આવી ગઈ હતી તેમ છતા પણ તેણે ફિલ્મ કરવાનું ના કહી દીધું હતુ. ત્યારબાદ આ રૉલ વિક્કી કૌશલને ઑફર કરવામાં આવ્યો હતો. રણબીરે ફિલ્મ કરવાની ના કેમ કહી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
રણબીર કપૂર અત્યારે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ રણબીર યશરાજ ફિલ્મ્સની ‘શમશેરા’માં જોવા મળશે. તો ‘તખ્ત’ ફિલ્મથી પ્રથમવાર રણવીર સિંહ અને કરીના કપૂર ખાન એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર અને અનિલ કપૂર પણ જોવા મળશે. કરણ જોહર પ્રથમ વાર પીરિયડ ડ્રામા ફિલ્મનું નિર્માણ કરશે.

Related posts

એતરાજ-૨ ફિલ્મનુ શુટિંગ વર્ષના અંત સુધી શરૂ કરાશે

aapnugujarat

કરિશ્મા કપૂર જલદી લગ્ન કરે તેવી ચર્ચા

aapnugujarat

યુવિકા ચૌધરીએ વાલ્મિકી સમાજનું કર્યુ અપમાન

editor

Leave a Comment

UA-96247877-1