Aapnu Gujarat
રમતગમત

વિરાટ-અનુષ્કાની વાર્ષિક આવક ૬૦૦ કરોડ…!!

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ કંઇ ખાસ રહ્યો નથી. ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝ પર કબ્જો કરનાર કોહલી વન ડે સીરીઝ બચાવવામાં અઅસફળ રહ્યો છે. આ પછી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝના પ્રથણ મુકાબલાનું પરિણામ પણ ઇંગ્લેન્ડના પક્ષમાં રહ્યું છે. હવે લૉર્ડસમાં રમાઇ રહેલ બીજી ટેસ્ટમાં પણ અંગ્રેજો ખુબ જ આગળ નજર આવી રહ્યા છે. જોકે, આ બધાથી ઉલટ વિરાટ કોહલી કમાણીના મામલામાં કોઇનાથી પાછળ નથી. હાલમાં જાહેર થયેલ એક રિપોર્ટ અનુસાર, ક્રિકેટર વિરાટ કોહલીની વાર્ષિક આવક ૬૦ મિલિયન અમેરિકન ડોલર એટલે કે ૩૮૨ કરોડ રૂપિયા છે.
વિરાટ કોહલીની આ કમાણીનો સ્ત્રોત ઇન્ટરનેશનલ મેચો માટે મળનારી ફિસ, આઇપીએલ પેમેન્ટસ અને જાહેરાતો છે. આ આંકડાઓ પરસેપ્ટ પ્રોફાઇલ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પરેસેપ્ટ પ્રોફાઇલ લિમિટેડની બ્રાન્ડ એનાલિસ્ટ અને જોઇંટ મેનેજિંગ ડાયરેક્ટર શૈલેન્દ્ર સિંહએ જણાવ્યું કે, કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની વાર્ષિક આવક ૩૫ મિલિયન અમેરિકન ડોલર એટલે લગભગ ૨૨૦ કરોડ રૂપિયા છે. આમ બંન્નેની વાર્ષિક આવકને ભેગી કરવામાં આવે તો આ ૯૫ મલિયન અમેરિકન ડોલર એટલે કે, ૬૦૦ કરોડ રૂપિયા થાય છે. બંન્નેની લોકપ્રિયતા દુનિયામાં જે રીતે વધી રહી છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે, આવનારા બે વર્ષોમાં તેમની કુલ કમાણી ૧૦૦૦ કરોડ રૂપિયા થશે.

Related posts

बांग्लादेश फिर २००७ वर्ल्ड कप की परफॉर्मेस दोहराना चाहेगा

aapnugujarat

પોન્ટિંગની વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમના સહાયક કોચ તરીકે નિમણૂંક

aapnugujarat

भारत की तरह खेलना चाहता हूं : डुप्लेसिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1