Aapnu Gujarat
રમતગમત

શિખરને જ બલિનો બકરો કેમ બનાવવામાં આવે છે : ગાવસ્કર

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લૉર્ડસમાં રમાઇ રહેલ બીજી ટેસ્ટના બીજા દીવસે વિરાટ બ્રિગેડ માટે ખુબ જ નિરાશાજનક રહ્યો. ટીમ ઇન્ડિયાની પ્રથમ ઇનિંગ ૩૫.૨ ઓવરમાં ૧૦૭ રન પર જ ઓલ આઉટ થઇ ગઇ. ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધારે ૨૯ રન આર અશ્વિને બનાવ્યા, ત્યાં જ ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને ૧૩.૨ ઓવરમાં ૨૦ રન આપીને સૌથી વધારે ૫ વિકેટો લીધી હતી. ક્રિકેટના મક્કા કહેવાતા લૉર્ડસના મેદાનમાં ટીમ ઇન્ડિયાની આવી હાલત જોઇ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર ખુબ જ ગુસ્સે થયા છે.
લૉર્ડસમાં રમાઇ રહેલ બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં થયેલા બદલાવને લઇ સુનીલ ગાવસ્કરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે શિખર ધવનને બહાર રાખવાના નિર્ણયને ખોટો ગણાવતા તેને બલિનો બકરો ગણાવ્યો છે.તેમણે કહ્યું કે, ટીમ ઇન્ડિયાની બોલિંગનું સ્તર થોડુ પણ ઘટતા શિખર ધવન પર જ ગાજ પડે છે. ગાવસ્કરે કહ્યું કે, પ્રથમ ટેસ્ટમાં ધવને મુરલી વિજયથી વધારે રન બનાવ્યા હતાં. તે છતા શિખર ધવનને બહાર રાખવાનો નિર્ણય તદ્દન ખોટો છે.’

Related posts

ફિક્સિંગ બદલ પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ

aapnugujarat

રાશિદ ખાન પોતાના પરિવારને લઈ ચિંતિત

editor

આઈપીએલમાં પર્ફોમન્સથી વર્લ્ડ કપની ટીમ પસંદગી પર અસર પડશે નહીં : કોહલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1