Aapnu Gujarat
રમતગમત

આઈપીએલમાં પર્ફોમન્સથી વર્લ્ડ કપની ટીમ પસંદગી પર અસર પડશે નહીં : કોહલી

આઈપીએલમાં પ્લેયર્સનું પર્ફોમન્સ વન-ડે ટીમમાં પસંદગી માટે મહત્વનું માનવામાં આવે છે. જોકે કેપ્ટન વિરાટ કોહલીએ આ વાતનો ઇન્કાર કર્યો છે. કોહલીએ કહ્યું હતું કે આઈપીએલમાં ખેલાડીઓનું પ્રદર્શન વર્લ્ડ કપની ટીમ સિલેક્શન પર કોઈ પ્રભાવ પડશે નહીં. કોહલીએ આ પ્રકારની અટકળોને ખોટી ગણાવતા કહ્યું હતું કે આવું કહેવું એક રીતે રેડિકલ એનાલિસિસ છે.ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડે પહેલા કોહલીએ કહ્યું હતું કે હું નથી માનતો કે આઈપીએલની વર્લ્ડ કપ ઉપર કોઈ અસર પડશે. મારું માનવું છે કે આ સંપૂર્ણ રીતે ખોટુ વિશ્લેષણ છે. આપણે વર્લ્ડ કપમાં સોલિડ ટીમની જરુર છે. આઈપીએલમાં જતા પહેલા આપણે વર્લ્ડ કપમાં પોતાની ટીમને લઈને ક્લિયર થવું પડશે. હું નથી માનતો કે કોઈ પ્લેયરના આઈપીએલમાં પર્ફોમન્સના આધારે વર્લ્ડ કપની ટીમ પસંદગીમાં કોઈ ફેરફાર થશે. કેપ્ટને એમ પણ કહ્યું હતું કે જો કોઈ એક-બે પ્લેયર સારું પ્રદર્શન નથી કરી શકતા તો પણ તેમની સંભાવનાઓ પર અસર થશે નહીં.ઉલ્લેખનીય છે કે એવી ચર્ચા છે કે દિનેશ કાર્તિક કે રિષભ પંતમાંથી કોઈ એક ખેલાડીને વર્લ્ડ કપમાં બીજા વિકેટકિપર તરીકે સ્થાન મળશે. જોકે આ મુદ્દે કોહલીએ કહ્યું હતું કે આઈપીએલની એક સિઝનમાં સારા પ્રદર્શનથી વર્લ્ડ કપમાં કોઈ પ્લેયરની પસંદગીની સંભાવનાઓ ઉપર વધારે અસર પડશે નહીં.

Related posts

जन्म दिन पर बोले प्रधानमंत्री मोदी- नर्मदा का पानी सिर्फ पानी नहीं सोना है

aapnugujarat

विराट से ही पूछो कि वह इतने आक्रामक क्यो हैं : पोलार्ड

aapnugujarat

World Cup 2019: I will give my best till my last breath : Jadeja

aapnugujarat

Leave a Comment

UA-96247877-1