મિલન લુથરિયાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બાદશાહો ફિલ્મનુ શુટિંગ હાલમાં ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે. પ્રાપ્ત હેવાલ મુજબ ફિલ્મના કલાકારોની પસંદગી કરી લેવામાં આવ્યા બાદ શુટિંગ જારી છે. આ ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ રહી શકે છે. ફિલ્મના તમામ ભાગોને લઇને તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. કાસ્ટિંગ લગભગ નક્કી થઈ ગયા બાદ શુટિંગ ચાલી રહ્યુ છે. ફિલ્મને વહેલી તકે રજૂ કરવાની હિલચાલ છે. આ ફિલ્મની રિલીઝ પહેલા માર્ચ ૨૦૧૭ નક્કી કરવામાં આવી હતી. પરંતુ જુદા જુદા કારણોસર ફિલ્મ સમયસર રજૂ કરવામાં આવી ન હતી. હવે આને ઝડપથી પૂર્ણ કરવાની હિલચાલ છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવા માટે પ્રસ્તાવિત છે. આ ફિલ્મ કરણ જોહરની ફિલ્મ સાથે સ્પર્ધામાં ઉતરે તેવી શક્યતા છે. ફિલ્મમાં વિદ્યુત, ઇલિયાના અને ઇશા પણ નજરે પડનાર છે. અજય અને ઇમરાન મુખ્ય કલાકાર તરીકે છે. અજય દેવગનની ફિલ્મો બોક્સ ઓફિસ પર હમેંશા સારો દેખાવ કરે છે. તે સુપરસ્ટાર અભિનેતાઓ પૈકીના એક તરીકે રહ્યો છે. રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મોમાં અજય દેવગન કામ કરતો રહ્યો છે. જેમાં સિંઘમ અને સિંઘમ રિટર્નનો સમાવેશ થાય છે. ગોલમાલ સિરિઝમાં પણ તે કામ કરી ચુક્યો છે. હવે ગોલમાલ સિરીઝની આગામી ફિલ્મ પણ બની રહી છે. જેમાં પણ અજય દેવગનની જ ભૂમિકા રહે તેવી શક્યતા છે. અજય દેવગન અને ઇમરાન હાશ્મી વિતેલા વર્ષોમાં એક સાથે કામ કરી ચુક્યા છે. જેમાં વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઇનો સમાવેશ થાય છે. આ ફિલ્મ પણ હિટ સાબિત થઇ હતી.
ઇલિયાના અને ઇશા ગુપ્તા ફરી એકવાર સાથે કામ કરી રહી છે. આ બન્ને રૂસ્મત નામની ફિલ્મમાં પણ સાથે કામ કરી ચુકી છે. અજય દેવગન કોમેડીની સાથે સાથે એક્શન ફિલ્મો કરવા માટે પણ વધારે જાણીતો રહ્યો છે. બાદશાહોમાં ઇલિયાના અને ઇશા ગુપ્તા બોલ્ડ રોલમાં નજરે પડી શકે છે. એક્શન ફિલ્મ હોવાથી ચાહકો રાહ જોઇ રહ્યા છે.
આગળની પોસ્ટ