25 C
Ahmedabad
August 13, 2020
Entertainment

કોરોના મહમારી અને લોકડાઉનની વચ્ચે અર્જુન કપૂરે એડ માટે શૂટિંગ કર્યું

Font Size

કોરોના મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન લાગુ કરી દેવાયું હતું જેને કારણે શૂટિંગ બંધ થઇ ગયા હતા. અનલોક થયા બાદ હવે પ્રોપર ગાઇડલાઇન્સ સાથે શૂટિંગ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. અને આવામાં સેલેબ્સ ફરી શૂટિંગ શરૂ કરી રહ્યા છે. આયુષ્માન ખુરાના, વિદ્યા બાલન બાદ હવે અર્જુન કપૂરે પણ શૂટ કર્યું. અર્જુન કપૂરે એડ માટે શૂટિંગ કર્યું હતું.

અર્જુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે, આપણે બધાએ આ નવા નોર્મલ સાથે એડજસ્ટ કરવાનું રહેશે અને ધીરે ધીરે આપણું જીવન ફરી પહેલાંની જેમ જીવવાનું શરૂ કરવાનું રહેશે. મારી વર્ક લાઈફ ફરી શરૂ થઇ ગઈ અને મેં 4 મહિનામાં પહેલીવાર શૂટ કર્યું. બધું બદલાઈ ગયું છે. નવો દુનિયાનો ઓર્ડર સ્વીકારી લીધો છે.

અર્જુને કહ્યું કે, હવે બધું બદલાઈ ગયું છે પણ આપણે પરિવારને સપોર્ટ કરવા માટે કામ તો કરવું જ પડશે. બધાએ તેમના કામની જગ્યાને બને એટલી સુરક્ષિત રાખવાની રહેશે જેથી બધા સુરક્ષિત રહે. ત્યારે જ આપણે કામ નોર્મલ રીતે કરવાની થોડી અપેક્ષા રાખી શકશું. અર્જુને આટલા સમય પછી કામ કરવા બાબતે કહ્યું કે, હું શૂટના શરૂઆતમાં થોડો ચિંતિત હતો પણ મેં જ્યારે જોયું કે દરેક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે ત્યારે મને રાહત થઇ. સ્વાભાવિક રીતે શરૂઆતમાં હવે જ્યારે ફરી કામ પર જઈશું ત્યારે માનસિક રીતે થોડું ડિફિકલ્ટ રહેશે. પરંતુ હવે હું શૂટિંગ માટે અને સેટ પર લોકો સાથે કામ કરવા માટે વધુ કોન્ફિડન્ટ છું કારણકે મેં જોયું છે કે સેટ પર દરેક તકેદારી રાખવામાં આવે છે અને બધા સેફટી મેઝર્સને કડકાઈથી ફોલો કરે છે. કામ ફરી શરૂ કરીને સારું લાગ્યું અને હું આગામી શૂટ કરવા માટે તૈયાર છું.

Related posts

मॉब लिंचिंग पर पत्र के खिलाफ एक्शन में 61 सेलिब्रिटिज, लिखा ओपन लेटर

aapnugujarat

कई लोगों ने मुझे ‘पैडमैन’ बनाने से मना किया था : ट्विंकल खन्ना

aapnugujarat

સોનુ સુદ મરાઠી ભાષા ઉપર વિશષ ધ્યાન આપે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1