Aapnu Gujarat
Uncategorized

રેફરલ હોસ્પિટલમાં ગંદકી અને ઉભરાતી ડ્રેનેજના દ્રશ્યો આવ્યા સામે

ડભોઇ પાલિકા આમ તો સ્વચ્છતાના બિગુલ વગાડ્યા કરે છે નવી બેસેલી બોડી માત્ર ફોટા પડાવા જ હાજરી આપતી હોય અવાર નવાર પાલિકા ભ્રષ્ટાચારના ઘેરાવમાં રહેલ હોય ત્યારે નગર પાલીકા કચેરી થી માત્ર ચાર કદમના અંતરે આવેલ રેફરલ હોસ્પિટલમાં જ ડ્રેનેજ ઉભરાતી હોય પાલિકા ના નગર સેવકો તેમજ કર્મચારીઓની નજરમાં આ આવતું નહિ હોય ?.ડભોઇ પાલિકા આમ તો કાયમ ભ્રષ્ટાચારના ઘેરાવમાં રહેલી છે.ત્યારે નગરનો વિકાસ ક્યારે કરશે ના સવાલો ઊભા થયા છે. ડભોઇ નગરમાં ચૂંટણી બાદ ભાજપ  શાસન પર આવ્યું છે

પણ નગર સેવકો માત્ર ફોટા પાડવા જ બહાર નીકળતા હોય તેવી ચર્ચા નગરમાં થઈ રહી છે.તેવામાં ડભોઇ નગરમાં છેલ્લા ઘણા સમય થી વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યાનો કાયમી નિકાલ આવતો ના હોય પણ હવે તો જ્યારે ડભોઇ નગર પાલીકાની કચેરી સમક્ષ જ માત્ર ચાર કદમના અંતરે આવેલ રેફરલ હોસ્પિટલમાં પણ છેલ્લા એક માસ થી ડ્રેનેજ ઉભરાતી હોય વારમવાર રજૂઆતો કરવા છતા તંત્ર ઘોર નિદ્ન્રામાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે હોસ્પિટલમાં સંખ્યા બંધ દર્દીઓ અને તેમના સગા સંબંધી સારવાર માટે આવતા હોય છે તેવામાં રેફરલ હોસ્પિટલમાં ગંદકી અને ઉભરાતી ડ્રેનેજના દ્રશ્યો જોઈ શું સારવાર થશે  કે વધુ બીમાર પડશેની મુજવણમાં મુકાયા છે ડભોઇ પાલિકા કચેરીની નજીક જ આવેલ હોસ્પિટલમાં ઉભરાતી ડ્રેનેજને પગલે મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધી રહ્યો છે..ત્યારે અનેક લોકોના મનમાં સવાલો થઈ રહ્યા છે…ત્યારે તંત્ર ક્યારે કુભકર્ણની નિંદ્રા માંથી ક્યારે જાગશે તે તો આવનાર સમય જ બતાવશે

Related posts

ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પાક કાપણીના અખતરા લેવાશે

aapnugujarat

જુનાગઢ દલિત સમાજ દ્વારા ‘અસ્મિતા દિન’ની શાનદાર ઉજવણી

aapnugujarat

रोहित शर्मा ने इंटरनेशनल करियर में पूरे किए 14000 रन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1