Aapnu Gujarat
Uncategorized

બર્ફીલી રમતોમાં ભાવનગર જિલ્લાના સરકારી અધિકારીએ કાઠું કાઢ્યુ

ભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારીએ પોતાનો ધગશ અને પરિશ્રમ સીંચી બર્ફીલી રમતોમાં આગવી નામના મેળવીનેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી બરફમાં રમાતી રમત ગમત ક્ષેત્રે નૂતન કેડી કંડારી….સામાન્ય રીતે આપણે જમીન પર રમાતી મેદાની રમતો એટલે કે ક્રિકેટ, ફૂટબોલ હોકી વગેરે વિષે જ જાણકારી ધરાવીએ છીએ. પરંતુ અમુક રમતો બરફની ચાદર ઓઢેલી જમીન પર પણ રમતી હોય છે. જેના વિશે આપણને બહુ જાણકારી હોતી નથી અથવા તો આપણને તેના વિશે બહુ ખ્યાલ હોતો નથી.વળી, આવી રમતો જ્યાં બરફ વર્ષા થતી નથી ત્યાં રમવી પણ અશક્ય હોય છે.

મોટાભાગે યુરોપિયન દેશો કે જ્યાં વધુ બરફ વર્ષા થાય છે. ત્યાં આ પ્રકારની રમતો બહુ સામાન્ય છે અને મોટાપાયે રમાતી હોય છે. ત્યારે ચીનમાં વિન્ટર ઓલમ્પિક ચાલી રહ્યો છે અને તેમાં વિવિધ દેશના સ્પર્ધકો બરફ પર રમાતી રમતો રમીને પોતાનું કૌવત ઝળકાવી રહ્યાં છે. તે જોઈને ભારત જેવા દેશમાં પણ આવી પર રમાતી રમતો વિશેની જાગૃતિ ધીમે ધીમે આવી રહી છે.ત્યારે આ પ્રકારની બર્ફીલી રમતોમાં ભાવનગર જિલ્લાના સરકારી અધિકારીએ કાઠું કાઢ્યું છે અને સંભવતઃ ગુજરાત રાજ્યના સૌ પ્રથમ એવાં ખેલાડી છે કે જેમને આવી બર્ફીલી રમતમાં ભાગ લીધો છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી જાણીતી ઉક્તિ ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ’ને હકીકતમાં સાર્થક કરી છે

.જામનગર શહેરના નિવાસી તથા ભાવનગર સિંચાઈ યોજના વિભાગમાં મદદનીશ ઈજનેર (ક્લાસ-૨, ગેઝેટેડ) તરીકે ફરજ બજાવતાં શ્રી નચિકેતા ગુપ્તાએ ઉત્તરાખંડના ઔલી ખાતે તા. ૭ થી ૯ ફેબ્રુઆરી, ૨૦૨૨  દરમ્યાન યોજાયેલ નેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું  પ્રતિનિધિત્વ કરી બરફમાં રમાતી રમત ગમત ક્ષેત્રે આગવી અને નવીન કેડી કંડારી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. આ વર્ષે ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસીએશન દ્વારા શ્રી  નચિકેતા ગુપ્તાનું નામ આ સ્પર્ધા માટે મોકલવામાં આવ્યું હતું.

Related posts

ઉપલેટાના મોટી પાનેલીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે સમજણ આપતો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

editor

ધોરાજીમાં કપાસ પલળી ગઈ

editor

નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1