Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર વઢવાણ રાજ મહેલના ગેટ પાસે ભીષણ આગ ભભૂકી ઉઠી

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં વાહનો સાથે વાહન અથડાઈને અકસ્માત સર્જવાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે તેમજ સુરેન્દ્રનગર શહેરમાં આડેધડ ચાલતા ડમ્પરની ઝપેટમાં અનેક વાહન ચાલકો ડમ્પર સાથે અથડાઈ મોતને ભેટવાના બનાવો તાજેતરમાં બનવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ માર્કેટ યાર્ડ પાસે ડીમાર્ટ ચોકડી ઉપર બાઈક ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બાઈક ચાલકને સામાન્ય ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ઈમરજન્સી 108 મારફત શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ભયંકર અકસ્માતમાં બાઈક ચાલકને આબાદ બચાવ થયો હતો

તેમજ અકસ્માતના પગલે ડીમાર્ટ ચોકડીએ વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક જામના ર્દશ્યો સર્જાયા હતા અને અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડી જઈ અકસ્માતના પગલે સર્જાયેલો ટ્રાફિક હળવો કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે રસ્તે નિકળતા વાહન ચાલકોએ મેઈન રસ્તા પર અને આવી ચોકડી ઉપર બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે રોક લગાવવામાં આવે તેવી લોકોએ પોતાની લાગણી અને માંગણી વ્યકત કરી હતી જેથી ડમ્પરમાં અકસ્માતનો ભોગ બની કોઈ વાહન ચાલકોને પોતાનો અમૂલ્ય જીવ ખોવાનો વખત ના આવે તે માટે ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Related posts

બર્ફીલી રમતોમાં ભાવનગર જિલ્લાના સરકારી અધિકારીએ કાઠું કાઢ્યુ

editor

ટ્રેનને ગુણવત્તાને આધારે રેટિંગઃ ખરાબ સ્ટેશનનું લિસ્ટ પણ જાહેર થશે

aapnugujarat

આટકોટની પાસે કાર પલટી ખાતા પના થયેલા કરૂણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1