Aapnu Gujarat
Uncategorized

પતિ એ સાચા અર્થમાં વેલેન્ટાઈન્સ ડે ની ઉજવણી કરી સાર્થક

હાલ ઉજવાય રહેલ વેલેન્ટાઈન્સ ડેની સાચી ઉજવણી ખોડુ ગામના વતની અને હાલ દિલ્હી રહેતા લાલારામભાઈ ભોજવીયાએ મૃત પત્ની લલીતાબેનની યાદમાં  દુધરેજ અને નગરા ગામની વચ્ચે વર્ષો પહેલાં 4 એકર જમીનની ખરીદી કરી 2 કરોડના ખર્ચે પત્નિના કાયમી સંભારણા માટે તેની યાદમાં વૃધ્ધા આશ્રમ પ્રેમ મંદીર બનાવી વડીલોને અનોખી સેવા આપવાનુ ભગીરથ કાર્ય આ લલીતાબેન વૃધ્ધા આશ્રમ કરવામાં આવે છે જયારે આગ્રામાં શાહજહા એ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો ત્યારે ઝાલાવાડના ખોડુ ગામના દેવીપૂજકે પત્નીની યાદમાં વૃધ્ધાઆશ્રમ બનાવી વૃધ્ધ વડીલોને સેવા આપવાનો અનોખો પ્રયાસ  કર્યો  ખોડુ ગામના દેવીપૂજક સમાજના યુવકની અનોખી પ્રેમ કહાની છે એક પ્યાર ઐસા ભી હૈ ..જેનાથી  દુનિયાને નહીં પણ ઈશ્વરને પણ પ્રેમની ઈષર્યા થાય તેવી સત્ય કહાની સાચા પ્રેમી ધારે તો શું ના કરી શકે.

.ગુજરાતનો એક એવો પ્રેમી જેણે પત્નીની યાદમાં નિધન બાદ 2 કરોડના ખર્ચે મંદીર બનાવી લલીતાબહેનની આબેહૂબ મૃતિ મંદીરમાં સ્થાપિત કરી પ્રેમ મંદીર બનાવી આ મંદીરમાં રોજ ભજન કિર્તન સહિત પૂજા અર્ચના સાથે વૃધ્ધ વડીલોને સેવાનું સુંદર કાર્ય કરવામાં આવે છે જયારે ખોડુ ગામના લાલારામભાઈ ભોજવીયા જાતે દેવીપૂજક જેઓ ગામમાં દાતણ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓ કમાણી કરવા માટે અને નસીબ ચમકાવા દિલ્હી પહોંચ્યા હતા ત્યાં તેમનું નસીબ જોર કરતા અને એન્ટિક વસ્તુઓના વેપારમાં કાઠું કાઢ્યું અને ખુબ રૂપિયા કમાયા ત્યારે સાચા પ્રેમનો તો પ્રભુ પણ વેરી હોય તેવી રીતે લાલારામભાઈ ભોજવીયાના દંપતિ જીવનમાં પણ એવુ બન્યુ 51 વર્ષના લલીતાબેન બીમાર પડતા બીમારીમાં આખરે તેમને દુનિયાને વિદાય આપતા આજ ક્ષણે લાલારામ ભાઈએ નિર્ણય કર્યો હતો કે પત્ની માટે કંઈક અલગ કરી બતાવશે ત્યારે તેમને દુધરેજ અને ખોડુ રોડ પર 4 એકર જમીનમાં ખજેલી ગામ નજીક 2 કરોડના ખર્ચે વૃધ્ધા આશ્રમ બનાવ્યો હતો જેનું ઉદ્ઘાટન મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું અને જયારે લલીતાબહેન જીવતા હતા ત્યારે લાલારામભાઈને સમાજના લોકો માટે અને ગરીબો તેમજ અનાથ લોકોની સેવા કરવા માટે કહેતા હતા પણ તે વખતે લાલારામભાઈ લલીતાબહેનની વાત હસીને ટાળી દેતા હતા આખરે તેમને વેલેન્ટાઈન્સ ડે ને અલગ પ્રકારની યાદગીરી બનાવી છે આ વૃધ્ધા આશ્રમ પ્રેમ મંદીરમાં લલીતાબહેનની મૃતિ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરી છે

મંદીરમાં સેવાની ભઠ્ઠી અવિરત ચાલુ છે અને હાલ સાચા અર્થમાં વેલેન્ટાઈન્સ ડે ની ઉજવણી સાર્થક કરી રહ્યા છે હાલ અનેક વૃધ્ધ વડીલો વૃધ્ધા આશ્રમમાં વૃધ્ધોને રહેવા ભોજન સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે અને લાલારામભાઈ ભોજવીયા જેઓ હાલ દિલ્હી રહે છે અને પોતે પણ વૃધ્ધ થયા છતાં લાલારામભાઈ વૃધ્ધા આશ્રમ માટે પરિશ્રમ કરી રહ્યા છે.

Related posts

બોપલ ઘુમા નગરપાલિકાના મહિલા કાઉન્સિલરો દ્વારા ગૌરીવ્રત રાખેલ દીકરીઓનું પુજન કરવામાં આવ્યું

aapnugujarat

માળનાથ ગ્રુપ દ્વારા લોકોને લક્ષ્મી બોંબ ન ખરીદવા અપીલ

editor

અમેરિકાનો પાકિસ્તાનને મોટો ઝટકો

editor

Leave a Comment

UA-96247877-1