Aapnu Gujarat
Uncategorized

અમેરિકાનો પાકિસ્તાનને મોટો ઝટકો

અમેરિકાએ પાકિસ્તાનની ઈન્ટરનેશનલ એરલાઈન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને કહ્યું
કે ,અમે પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ PIAને પરમિશન આપવા સંબંધિત નિર્ણય બદલી નાખ્યો છે. જે મુજબ પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ અમેરિકામાં ચાર્ટર ફ્લાઈટ્સ ઉડાવી શકે તેમ હતી. પરંતુ હવે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

અમેરિકાએ તેની પાછળ પાકિસ્તાની પાઈલટ્સના સર્ટિફિકેટ્સને લઈને ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશનની ચિંતાઓનો હવાલો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પોતાના અનેક પાઈલટો પર રોક લગાવી ચૂક્યું છે. ગત મહિને પાકિસ્તાને પોતાના ત્રીજા પાઈલટને નકલી લાઈસન્સના પગલે હટાવ્યો હતો. આ બાજુ યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પીઆઈએના ઓથોરાઈઝેશનને સસ્પેન્ડ કર્યા છે. આ રોક 6 મહિના માટે લગાવવામાં આવી છે. PIAએ અમેરિકાના પ્રતિબંધની પુષ્ટિ કરી છે. PIAએ જણાવ્યું કે, એરલાઈન્સને લઈને જે જરૂરી સુધારાની જરૂર છે તેના પર તેઓ કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને એવા પાઈલટ્સ કે જેમના લાઈસન્સ અને ક્વોલિફિકેશન્સને લઈને ખોટી જાણકારીઓએ અપાયેલી છે તેમની તપાસ એક વિમાન અકસ્માત બાદ શરૂ કરી હતી. આ વર્ષે મે મહિનામાં એક પીઆઈએ જેટ ક્રેશ થયું હતું. ફ્લાઈટમાં સવાર 97 લોકોના મોત થયા હતાં.

Related posts

દેશ અને ગુજરાત વિકાસની તરફ વધી રહ્યું છે ત્યારે હજી અમુક ગામોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

editor

જામનગરમાં જીઆઈડીસી વિસ્તારના ગૌશાળામાં આગ

editor

ચૌધરી સમાજના યુવાન દ્વારા પ્રેમીકાની હત્યા કરી હતી તેનો ભેદ ઉકેલાયો

editor

Leave a Comment

UA-96247877-1