Aapnu Gujarat
Uncategorized

ટ્રેનને ગુણવત્તાને આધારે રેટિંગઃ ખરાબ સ્ટેશનનું લિસ્ટ પણ જાહેર થશે

ભારતીય રેલવે તેની ટ્રેનને ઓન-ટાઇમ પર્ફોર્મન્સ, સ્વચ્છતા, ટોઇલેટ્‌સ, કોચ ઇન્ટિરિયર, સુરક્ષા, કેટરિંગ સહિતનાં ધોરણોના આધારે રેટિંગ આપશે. ટ્રેનો માટે ખાસ પ્રકારના ગુણવત્તાનાં ધોરણો સ્થાપવામાં આવ્યાં છે અને આ માપદંડ પૂરા કરનારાઓને ગોલ્ડ સર્ટિફિકેશન આપવામાં આવશે.પ્રોજેક્ટ સ્વર્ણ (ગોલ્ડ) હેઠળ ટ્રેનોનું ઓડિટ કરવામાં આવશે. આ ઓડિટ ત્રીજા પક્ષકાર દ્વારા અલગ અલગ નવ માપદંડના આધારે કરવામાં આવશે, જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.પ્રવાસીઓ ભારતીય રેલવેના એપ પર લાઇવ ફીડબેક આપી શકશે.
આ પ્રોજેક્ટને રેલવે પ્રધાન સુરેશ પ્રભુ દ્વારા સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ઓગસ્ટમાં તેને લોન્ચ કરવામાં આવશે તેમ મનાય છે. અત્યાર સુધી ટ્રેનો માટે કોઈ પણ પ્રકારનાં ગુણવત્તાનાં ધોરણો નિર્ધારિત કરાયાં નથી. રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોની સર્વિસની ગુણવત્તા પણ સ્ટાન્ડર્ડાઇઝ્‌ડ નથી. દરેક ટ્રેનમાં પેસેન્જરોના અનુભવમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે.એમ રેલવેના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.શતાબ્દી, રાજધાની, તેજસ, હમસફર, દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનો માટે સર્ટિફિકેશન મેળવવાનાં ધોરણો આકરાં હશે. ટ્રેનને સર્ટિફિકેશન મળે તેના ત્રણ મહિના પછી તેણે રિન્યૂ કરાવવાનું રહેશે. એમ તેણે ઉમેર્યું હતું. ઉત્તરથી પશ્ચિમ અને દક્ષિણ જતી ટ્રેનોમાં ગોલ્ડ સર્ટિફિકેશન માટે ૯૦ ટકાથી પણ વધારે સમયબદ્ધતાનો માપદંડ હશે. આ ઉપરાંત પૂર્વથી આવતી ટ્રેન માટે સર્ટિફિકેશન માટે આ માપદંડ ૭૦ ટકા સમયબદ્ધતાનો હશે.ગોલ્ડ સર્ટિફિકેશન મેળવવા માટે સ્ટાફની વર્તણૂકને પણ રેટિંગ આપવામાં આવશે જે દરેક ટ્રેનમાં ઓન-બોર્ડ હશે.
બધા સર્વિસ પ્રોવાઇડરો જેને રિપોર્ટિંગ કરી શકે તે માટે સુપરિટેન્ડન્ટ હશે. ટોઇલેટ દર ૩૦ મિનિટે સાફ થવા જોઈએ અને તેનો રેકોર્ડ પણ જાળવવામાં આવે તથા બધી બેડ શીટ્‌સ, લિનન અને પડદા પણ દર ત્રણ મહિને બદલાવાના રહેશે.ટ્રેનનું રેટિંગ ટિકિટના બુકિંગ, આઇઆરસીટીસીની એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ હશે. આ રેટિંગને માપદંડ સામે ચકાસવામાં આવશે અને પ્રવાસીને લાગે કે ટ્રેન તેના રેટિંગના માપદંડ પર ખરી ઊતરતી નથી તો તે એપ પર રેડ ફ્લેગ દર્શાવી શકશે. પ્રવાસીઓ નિર્દિષ્ટ ધારાધોરણો મુજબ ટ્રેનનું ઓડિટ પણ કરી શકશે અને તેને એપ દ્વારા રેટિંગ આપી શકશે.તેમ અધિકારીએ ઉમેર્યું હતું. આ સિવાય તેઓ વિવિધ વિભાગો ટ્રેનની યોગ્ય રીતે જાળવણી કરે તે સુનિશ્ચિત કરશે અને મેન્ટેનન્સના કારણે કોઈ પણ પ્રકારનો વિલંબ ટાળી શકાય તે જોશે. ઇન્ડિયન રેલવેએ આ જ માપદંડના આધારે રેલવે સ્ટેશનોને રેટિંગ આપવાનો પ્રારંભ કરી દીધો છે અને તે સારી રીતે જાળવવામાં આવેલાં અને ખરાબ રીતે જાળવવામાં આવેલાં રેલવે સ્ટેશનોની યાદી પણ દર વર્ષે જારી કરશે. આ ઓડિટ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાશે.

Related posts

સાધાર રેન્જમાંથી વધુ એક સિંહ બાળનો મળેલો મૃતદેહ

aapnugujarat

હવેથી દેશભરમાં તમામ વ્હીકલો માટે બનશે એક સમાન પીયુસી સર્ટિફિકેટ

editor

વેરાવળની સરકારી હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણીનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1