Aapnu Gujarat
બિઝનેસ

એસી, ફ્રિજ અને ટીવીના વેચાણમાં ૯૦% ઉછાળો

ટીવી, ફ્રિજ અને એસીના ધમાકેદાર વેચાણ સાથે કન્ઝ્યુ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓની દિવાળી વહેલી આવી ગઈ છે. મોટી રિટેલ ચેઇન્સના જણાવ્યા અનુસાર જીએસટી પહેલાં ચાલુ મહિને તેમણે ગયા વર્ષની ’ફેસ્ટિવલ સીઝન’ જેટલું વેચાણ કર્યું છે. જૂનમાં (અત્યાર સુધી) એસી, ફ્રિજ અને ટીવીના વેચાણમાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં રેકોર્ડ ૮૫-૯૦ ટકા ઉછાળો નોંધાયો છે.રિલાયન્સ ડિજિટલ, વિજય સેલ્સ, વિવેક્સ, ગ્રેટ ઈસ્ટર્ન અને કોહિનૂર સહિતની મોટી રિટેલ ચેઇન્સના જણાવ્યા અનુસાર કેટલાક સેગમેન્ટમાં વેચાણ ૧૦૦ ટકાના દરે વધ્યું છે. રિટેલર્સે જીએસટી પહેલાં ઇન્વેન્ટરીના નિકાલ માટે ૨૦-૫૦ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું અને એ તકનો ગ્રાહકોએ ભરપૂર લાભ લીધો છે. રિલાયન્સ રિટેલના ડિજિટલ ફોર્મેટ્‌સના સીઇઓ બ્રાયન બેડે જણાવ્યું હતું કે, જૂનમાં વેચાણ ૮૦-૯૦ ટકા વધ્યું છે. સામાન્ય રીતે જૂનમાં કન્ઝ્યુ ડ્યુરેબલના વેચાણમાં ઘટાડો નોંધાયો હોય છે.
રસપ્રદ વાત તો એ છે કે, રિટેલર્સે એપ્રિલ અને મે મહિનાની તુલનામાં જૂનમાં વધુ એસીનું વેચાણ કર્યું છે. ટેલિવિઝનનું પણ ધમાકેદાર વેચાણ થયું છે. ગ્રાહકોએ ૪૦ ઇંચથી મોટા ટીવી ખરીદ્યાં છે. સૌથી વધુ માગ ૪૨-૪૩ ઇંચ અને ૫૫ ઇંચનાં મોડલ્સની રહી છે. રિટેલર્સે ડિસ્પ્લેમાં મૂકેલા સ્ટોક પર સૌથી વધુ ૪૦-૪૫ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું.પૂર્વ ભારતની અગ્રણી રિટેલ ચેઇન ગ્રેટ ઈસ્ટર્નના ડિરેક્ટર પુલકિત બૈદે જણાવ્યું હતું કે, જૂનમાં વેચાણ ૧૨૦ ટકા ઊછળ્યું છે અને તેણે ૧૬ જૂન સુધીમાં જ મે મહિનાના વેચાણને વટાવી દીધું હતું. મોટા ડિસ્કાઉન્ટવાળો સ્ટોક વેચાઈ ગયો છે, પણ જુલાઈમાં ભાવવધારાને કારણે ગ્રાહકો હજુ ખરીદી કરી રહ્યા છે. કન્ઝ્યુ ડ્યુરેબલ્સમાં ઓનલાઇન માર્કેટપ્લેસનું વેચાણ ઠંડું રહ્યું છે. તેને લીધે પણ રિટેલ સ્ટોર્સના વેચાણમાં વધારો નોંધાયો છે.
મુંબઈના રિટેલર કોહિનૂરે પણ જૂનમાં વેચાણ બેવડાયું હોવાનું જણાવ્યું હતું. કોહિનૂરના ડિરેક્ટર વિશાલ મેવાણીએ જણાવ્યું હતું કે, વેચાણ દિવાળી જેટલું સારું રહ્યું છે. મોટા ભાગનો સ્ટોક વેચાઈ ગયો હોવાથી અમારે આગામી મહિને બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ કરવું પડશે. વિજય સેલ્સના એમડી નિલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રિટેલર્સનું વેચાણ ગયા વર્ષના દિવાળી અને ધનતેરસ સહિતના વેચાણથી વધી ગયું છે. જોકે, મોટા ભાગની પ્રોડક્ટ્‌સ ભારે ડિસ્કાઉન્ટમાં વેચાતી હોવાથી વેચાણમાં વૃદ્ધિ નફાકારક નથી. દક્ષિણ ભારતમાં પણ રિટેલર્સે જૂનમાં સારું વેચાણ કર્યું છે. ચેન્નાઈની રિટેલ ચેઇન વિવેકના સીઇઓ બી એ શ્રીનિવાસે જણાવ્યું હતું કે, પ્રમાણમાં ઓછા આકરા ઉનાળાને કારણે એસી અને ફ્રિજની માંગ પર પ્રતિકૂળ અસર થઈ હતી, પણ જૂનમાં વેચાણ સારું રહ્યું છે. રિટેલ ચેઇને છેલ્લાં બે સપ્તાહમાં વેચાણમાં ૪૦ ટકા વૃદ્ધિ દર્શાવી છે. વિવેક ૪૫ સ્ટોર્સ ધરાવે છે.

Related posts

100 शहरों में इस्तेमाल हो चुके खाने के तेल से बायोडीजल प्राप्त करेंगी सरकार

aapnugujarat

मूडीज ने GDP घटाकर 5.4 फीसदी कर दिया..!

aapnugujarat

એપ્રિલમાં ૩૪ લાખ લોકોની રોજગારી છીનવાઈ

editor

Leave a Comment

UA-96247877-1