Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવેની આવક ૧૪.૦૭ કરોડ અબજ રૂપિયા પર પહોંચી ગઇ

રેલવેની ટિકિટોના વેચાણની સાથે પેસેન્જરના અનુરોધ પર તેની રિઝર્વ ટિકિટ કેન્સલ કરવામાંથી પણ મોટી કમાણી થઇ રહી છે. રિઝર્વેશન ટિકિટોને કેન્સલ કરવાના બદલામાં મૂળ ટિકિટની રકમમાંથી કેટલીક રકમ કાપીને પાછા આપવા પર રેલવેને મોટો ફાયદો થઇ રહ્યો છે. રેલવેને નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭મા ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં આવક ૨૫.૫૯ ટકા વધીને ૧૪.૦૭ કરોડ અબજ રૂપિયા પર પહોંચી ગઇ.મધ્યપ્રદેશના નીમચના રહેવાસી સામાજિક કાર્યકર્તા ચંદ્રેશેખર ગૌડ એ જણાવ્યું કે તેમણે રેલવે મંત્રાલયના સીઆરઆઇએસ પાસેથી માહિતી અધિકાર અંતર્ગત આ માહિતી મળી છે.તેમની આરટીઆઈ અરજી પર ૧૩મી જૂનના રોજ મોકલવામાં આવેલા જવાબમાં સીઆરઆઇએસના એક ઓફિસરે ટ્રાવેલર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ)ની અંતર્ગત માહિતીના હવાલે કહ્યું કે રેલવેએ ટિકિટ રદ કરવાની અનુરોધ પર પેસેન્જર્સ પાસેથી પૈસા કમાયા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૫-૨૦૧૬મા ૧૧.૨૩ અબજ રૂપિયા, ૨૦૧૪-૧૫મા ૯.૦૮ અબજ રૂપિયા, અને ૨૦૧૩-૧૪મા ૯.૩૮ કરોડ રૂપિયા કમાયા. મુસાફરોને અનરિઝર્વ ટિકિટોને રદ કરવા પર વસૂલવામાં આવતા ચાર્જમાંથી રેલવેનો ખજાનો ભરાઇ રહ્યો છે.આરટીઆઇએમાંથી મળેલી માહિતી મુજબ અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમ (યુટીએસ)ની અંતર્ગત બુક કરવામાં આવેલ પેસેન્જર ટિકિટોને રદ કરતાં રેલવેએ નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩મા ૧૨.૯૮ કરોડ રૂપિયા, ૨૦૧૩-૧૪માં ૧૫.૭૪ કરોડ રૂપિયા, ૨૦૧૪-૧૫મા ૧૪.૭૨ કરોડ રૂપિયા, ૨૦૧૫-૧૬મા ૧૭.૨૩ કરોડ રૂપિયા, અને ૨૦૧૬-૧૭મા ૧૭.૮૭ કરોડ રૂપિયાની આવક મેળવી છે.તેમણે કહ્યું કે રેલવે એ આ ટિકિટ રદ કરવા પર નક્કી કરાયેલ ઘટાડા બાદ પેસેન્જરને રિફંડના નિયમોમાં ફેરફારને નવેમ્બર ૨૦૧૫મા લીલી ઝંડી આપી હતી. ટિકિટ કેન્સલેશન ચાર્જ ને પહેલાં કરતાં લગભગ બમણી કરી દેવાઇ હતી. સંશોધિત કાયદાઓને સરકારી જુબાનમાં રેલવે પેસેન્જર નિયમ ૨૦૧૫ના રૂપમાં મનાય છે.જ્યારે તેમણે એક અલગ આરટીઆઈ અરજી દ્વારા આ નિયમોમાં સંશોધન સાથે જોડાયેલ ફાઇલ નોટિંગની ડિટેલ માંગવા પર આપવાની ના પાડી દીધી. તેમને માહિતીના અધિકાર અધિનિયમની કલમ ૮ (૧) (ડી)નો હવાલો આપતા કહ્યું કેઆ માહિતી રેલવેના (કોમર્શિયલ સિક્રેટ)નો હિસ્સો છે. આથી તેને આપી શકાય નહીં.તેના પર તેમણે કહ્યું કે રેલવે ટિકિટ કેન્સલ કરવા પર મળનાર રિફંડના નિયમોને પેસેન્જરના હિતમાં સમીક્ષા થવી જોઇએ. રેલવેને ઓછામાં ઓછી વેઇટિંગ લિસ્ટની એ ટિકિટોની રદ કરવા પર કોઇ ફી ના વસૂલવી જોઇએ જે ચાર્ટ બન્યા બાદ પણ કન્ફર્મ થઇ શકતી નથી.

Related posts

આરએસએસ મુસલમાનોના ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું અભિયાન ચલાવશે

aapnugujarat

NRC लिस्ट : स्वतंत्रता सेनानी और साहित्य अकादमी विजेता के परिवार समेत कई नाम गायब

aapnugujarat

નોટબંધી બાદ સરકારી કર્મીઓ દ્વારા ડિપોઝિટની ઉંડી ચકાસણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1