Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરએસએસ મુસલમાનોના ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું અભિયાન ચલાવશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) હવે મુસ્લિમોને જન્નતના છોડ રેહાનની સત્ય હકીકત જણાવશે. કુરાનમાં જે જન્નતના છોડનો ઉલ્લેખ છે, તે હકીકતમાં શું છે તે બતાવવામાં આવશે.
સંઘ સાથે જોડાયેલા સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં દેશના દરેક ખૂણામાં એક અભિયાન ચલાવશે, જેના અંતર્ગત તેઓ ઘર-ઘર જઈને મુસ્લિમોને તુલસીનો છોડ લગાવવાનું કહેશે. સંઘના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશ કુમારે જણાવ્યું કે, દરેક મુસ્લિમના ઘરમાં સ્વર્ગ એટલે કે જન્નતનો છોડ હોવો જોઈએ. કુરાનમાં રેહાનનો ઉલ્લેખ કરાયેલો છે, પરંતુ મૌલાનાઓ આ વાતને છુપાવે છે અને નફરત ફેલાવવાનું કામ કરે છે.
ઈન્દ્રેશ કુમારે જણાવ્યું કે, રેહાન અરબી ભાષાનો શબ્દ છે, જેને અંગ્રેજીમાં બૈજલ અને હિન્દીમાં તુલસી કહેવાય છે. ભાઈચારાને બદલે નફરતને વધારો આપનારા લોકો તુલસીને હિન્દુઓ સાથે જોડે છે, અને એવો પ્રચાર કરે છે કે, તુલસી માત્ર હિન્દુઓની જ છે અને મુસ્લિમોએ તેનાથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, મંચના લોકો ઘર-ઘર જઈને મુસ્લિમોને કહેશે કે ઘરની અંદર અને બહાર જન્નતનો છોડ તુલસી હોવો જોઈએ. ઘરની અંદર તુલસીનો છોડ દવાની તરીકે કામ આવે છે, સાથે જ હવાને શુદ્ધ કરે છે. ઘરની બહાર તુલસી પ્રદૂષણ દૂર કરે છે, તેથી તેથી ઘર જન્નતની જેમ બની જાય છે.
કેટલાક સમય પહેલા સંઘના સંગઠન વીએચપીએ દરેક હિન્દુ ઘરમાં તુલસી છોડ હોવાનું અભિયાન ચલાવ્યું હતું. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જિલ્લા સ્તર પર તુલસી ડિસ્ટ્રીબ્યુશન પણ કરે તેવી શક્યતાઓ છે. સાથે જ જ્યાં રેહાન એટલે કે તુલસીનો ઉલ્લેખ છે, તેની વ્યાખ્યાની ચિઠ્ઠી પણ લોકોને માહિતી માટે આપવામાં આવશે. જેથી તેમને ખબર પડે કે જન્નતનો છોડ તુલસી જ છે.

Related posts

કેરળ સરકાર કૃષિ બિલની સામે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવશે

editor

દાઉદની સંપત્તિની હરાજી, દિલ્હીના બે વકીલોએ છ સંપત્તિઓ ખરીદી

editor

ટીબીને અટકાવવા માટે નવી વેક્સીન બનાવવાની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1