Aapnu Gujarat
રાષ્ટ્રીય

બે દિવસમાં ભારતે બે પ્રખર કક્ષાના અંતરિક્ષ વૈજ્ઞાનિકો ગુમાવ્યા

છેલ્લા બે દિવસમાં ભારતે બે પ્રખર કક્ષાના વૈજ્ઞાનિકો ગુમાવ્યા છે. આજે અવકાશ વિજ્ઞાનના વૈજ્ઞાનિક પ્રો. યશ પાલનું અવસાન થયું છે જ્યારે ગઇકાલે જ દેશના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટના જનક યુ. આર. રાવ અવસાન પામ્યા હતા.
યોગાનુયોગ એ વાતે સર્જાયો છે કે બંને વૈજ્ઞાનિકોએ ભારતને અંતરિક્ષ વિજ્ઞાનક્ષેત્રે ઘણી નામના અપાવી છે. બંને વૈજ્ઞાનિકોને દેશના દ્વિતીય સર્વોચ્ચ સન્માન પજ્ઞવિભૂષણ વડે પણ નવાજવામાં આવ્યાં હતાં. આજે જ્યારે દેશના યુવાનો વધારે સારી કારકિર્દી અને ધનની લાલસા પાછળ વિદેશોમાં દોડે છે ત્યારે આ બંને વૈજ્ઞાનિકો વિદેશમાં તેમની ઝળહળતી કારકિર્દી છોડીને દેશની સેવા માટે વતન પાછા આવ્યાં હતાં અને દેશને અંતરિક્ષક્ષેત્રે આગળ ધપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.વિક્રમ સારાભાઈએ જ્યારે ૧૯૬૦-૭૦ના દાયકામાં યુવા વિજ્ઞાનીઓની ટીમ સાથે ભારતનો અવકાશ કાર્યક્રમ શરૃ કર્યો ત્યારે તેમાં યુવાન યુ.આર.રાવ પણ શામેલ હતા. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં કામ કરતા રાવને સારાભાઈએ ઉપગ્રહની કમાન સોંપી હતી. સારાભાઈના અવસાન પછી યુ.આર. રાવે કુશળતાપૂર્વક દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કરી બતાવ્યો હતો. એ વખતે ઈસરો પાસે ઉપગ્રહ બનાવવા માટે આધુનિક કહી શકાય એવુ બિલ્ડિંગ પણ ન હતુ. માટે બેંગાલુરુના જીઆઈડીસીના શેડમાં વર્કશોપ તૈયાર કરી ત્યાં ઉપગ્રહ તૈયાર કરવામાં આવ્યો હતો.

Related posts

ભારતની ઑપેક દેશોને ચેતવણી : ક્રૂડની કિંમત ઘટાડો નહિ તો અમે માંગ ઘટાડીશું

aapnugujarat

વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી રોગથી મુક્ત કરવાનો સંકલ્પ : પીએમ મોદી

aapnugujarat

लोकसभा में बोले PM मोदी – गलत अफवाहों का शिकार किसान

editor

Leave a Comment

UA-96247877-1