Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી રોગથી મુક્ત કરવાનો સંકલ્પ : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત શિખર સમ્મેલનમાં ભારતને ટીબી રોગથી મુક્ત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ સમ્મેલનનું આયોજન સ્વાસ્થ્ય મંત્રાલય, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન , દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રિય કાર્યાલય અને સ્ટોપ ટીબીના સહયોગથી કરવામાં આવ્યું છે.આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ૨૫ વર્ષ પહેલાં ટીબીને કટોકટીના રુપમાં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી ટીબી નાબુદ કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભારત પણ છેલ્લા ઘણાં વર્ષોથી ટીબી સામે લડાઈ લડી રહ્યું છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ટીબી નાબુદી માટે હાલના સમયમાં જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે તેને નવેસરથી શરુ કરવાની જરુર છે.વડાપ્રધાને કહ્યું કે, આજની આ સમિટ ટીબીને નાબુદ કરવા એક નવો અધ્યાય બની રહેશે. દેશના સ્વાસ્થ્ય ઉપર ટીબી જે દુષ્પ્રભાવ કરી રહ્યું છે, એ જોતાં તેની વિરુદ્ધ લડાઈ અનિવાર્ય બની જાય છે. ભારતમાં ટીબીની અસર સૌથી વધુ જોવા મળે છે. તેમાં પણ વિશેષ કરીને ગરીબ વર્ગના લોકો જલદી ટીબીનો ભોગ બને છે.પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વમાંથી ટીબી નાબૂદ કરવા વર્ષ ૨૦૩૦નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ ભારતને વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત કરવાનું અમારું લક્ષ્ય છે. આ લડાઈમાં અમે ખાનગી વિભાગોનો પણ સહયોગ મેળવી રહ્યાં છીએ. અમે નવી રણનીતિ સાથે આ તરફ આગળ વધી રહ્યાં છીએ.

Related posts

रेलवे में होने वाली भर्ती में 50 फीसदी पदों पर महिलाओं की भर्ती होगी : पीयूष गोयल

aapnugujarat

नवरात्र के दौरान वैष्णो देवी यात्रा के लिए बड़े स्तर पर सुरक्षा बंदोबस्त

aapnugujarat

TN on terror alert; 2 suspects detained

aapnugujarat

Leave a Comment

UA-96247877-1