Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં ટમેટાંનાં ભાવ ૧૫ દિવસમાં ચાર ગણા વધી ગયા

ગુજરાત સહિત દેશનાંં અનેક રાજ્યોમાં ટમેટાંના ભાવ અધધ રીતે વધી ગયા છે. સૌકોઈને ભાવતાં એવા આ ટમેટાંનો ભાવ છેલ્લા ૧૫ દિવસમાં ચાર ગણા વધી ગયા છે.મુંબઈમાં ટમેટાં હાલ પ્રતિ કિલો ૩૫-૪૦ રૂપિયે મળે છે, જે ૧૫ થી ૨૦ રૂપિયા હતા. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ટમેટાં કિલોએ રૂ. ૬૦-૭૦ના ભાવે મળે છે. અન્ય મહાનગરો તથા રાજ્યોમાં પણ આવી જ હાલત છે.જે રાજ્યોમાં ટમેટાંની ખેતી ભરપૂર થાય છે ત્યાં વરસાદને કારણે ખેતીને નુકસાન થયું છે અને તેને કારણે જ એક જ પખવાડિયામાં ભાવમાં જબ્બર ઉછાળો આવ્યો છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ટમેટાંમાં આ મોંઘારત મોસમી પરિબળ છે, તે છતાં એની કિંમતમાં થયેલા વધારા પર એની ચાંપતી નજર છે.કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તેઓ ટમેટાંની સપ્લાય, ભાવ પર ચાંપતી નજર રાખે જેથી કૃત્રિમ અછત સર્જાય નહીં અને બિનજરૂરી ભાવ વધે નહીં.દેશમાં ટમેટાંની ખેતી સૌથી વધારે હરિયાણા, મહારાષ્ટ્રમાં થાય છે, પરંતુ ત્યાં વરસાદે આ ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. મહારાષ્ટ્રમાંથી દક્ષિણ ભારતના રાજ્યોમાં ટમેટાં મોટા પાયે સપ્લાય કરાય છે. ત્યાં ભારે વરસાદને કારણે સપ્લાયને અસર થતાં ભાવ વધી ગયા છે.

Related posts

जेटली की हालत नाजुक, हाल जानने एम्स पहुंचे आडवाणी

aapnugujarat

जाकिर नाईक काफी समय के बाद मलेशिया में दिखे

aapnugujarat

TN police arrests 3 IS suspects from Ramanathapuram

aapnugujarat

Leave a Comment

UA-96247877-1