Aapnu Gujarat
મનોરંજન

અદનાન સામી હવે અભિનયમાં પોતાનું નસીબ અજમાવશે; બોલીવૂડમાં એન્ટ્રી કરશે

ગાયક અદનાન સામી હવે બોલીવૂડમાં અભિનયના ક્ષેત્રમાં એમની પ્રતિભા બતાવવાના છે. તેઓ ‘અફઘાન-ઈન સર્ચ ઓફ અ હોમ’ ફિલ્મમાં એક્ટિંગ કરવાના છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાધિકા રાવ અને વિનય સપ્રૂ કરશે.૪૩ વર્ષીય અદનાન આ ફિલ્મમાં સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવવાના છે.અદનાન અને રાધિકા-વિનય અગાઉ સલમાન ખાન અભિનીત ‘લકીપ નો ટાઈમ ફોર લવ’ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. અદનાને ૨૦૦૫માં રિલીઝ થયેલી તે ફિલ્મમાં સંગીત આપ્યું હતું.‘અફઘાન-ઈન સર્ચ ઓફ અ હોમ’ ફિલ્મમાં એક અફઘાન નિરાશ્રીત સંગીતકારની વાર્તા છે, જે અફઘાનિસ્તાનમાંથી મુશ્કેલ સંજોગો હેઠળ એના જન્મના દેશ ભારતમાં ભાગી આવે છે. ભારતમાં તે પોતાની ઓળખ અને ઘરને શોધે છે.
અદનાને કહ્યું કે, આ ફિલ્મ મારા દિલની બહુ નિકટ છે, કારણ કે એક્ટર તરીકે અને ભારતીય નાગરિક તરીકે આ મારી પહેલી જ ફિલ્મ છે.

Related posts

પ્રોફેશનલ લાઇફ લગ્ન બાદ બદલાઇ છે : એશ્વર્યા

aapnugujarat

પવનદીપ રાજને જીત્યો ઈન્ડિયન આઈડલ-૧૨નો ખિતાબ

editor

ઠાકુર સજ્જનસિંહનું જાણીતું પાત્ર નિભાવતા એક્ટરનું નિધન

editor

Leave a Comment

UA-96247877-1