Aapnu Gujarat
મનોરંજન

પ્રોફેશનલ લાઇફ લગ્ન બાદ બદલાઇ છે : એશ્વર્યા

બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચને કહ્યુ છે કે લગ્ન બાદ તેની પ્રોફેશનલ લાઇફમાં કેટલાક ફેરફાર થયા છે. જો કે તેનુ કહેવુ છે કે લગ્ન બાદ તેની ફિલ્મી કેરિયર પર કોઇ અસર થઇ રહી નથી. તે હજુ પણ યોગ્ય રીતે ફિલ્મો પસંદ કરી રહી છે. જો કે ફિલ્મોની પસંદગી હવે સાવધાનીપૂર્વક કરી રહી છે. એશ લાંબા સમય બાદ ફરી સિનેમા સ્કીન પર વાપસી કરી રહી છે. તે ફન્ને ખાન ફિલ્મ મારફતે એન્ટ્રી કરનાર છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ છે.
ફિલ્મમાં અનિલ કપુર મુખ્ય રોલમાં છે. અનિલ કપુર અને એશ આશરે ૧૭ વર્ષના લાંબા ગાળા બાદ બન્ને સાથે કામ કરી રહ્યા છે. તાલ અને હમારા દિલ આપ કે પાસ હે ફિલ્મમાં બન્ને સાથે કામ કરી ચુક્યા છે. હાલમાં જ એશે લગ્ન બાદ પોતાની લગ્ન લાઇફના સંબંધમાં વાત કરી હતી. સામાન્ય રીતે ચાહકોને લાગે છે કે અભિષેક બચ્ચનની સાથે લગ્ન કર્યા બાદ એશની ફિલ્મી લાઇફ દબાણ હેઠળ આવી છે. જો કે આવુ બિલકુલ નથી. એશે કહ્યુ છે કે તે હજુ પણ પહેલાની જેમ જ તમામ બાબતોને આગળ વધારી રહી છે. એશે કહ્યુ છે કે તે હજુ પણ પટકથા પર વાતચીત, બિઝનેસ મીટિંગ કરતી રહે છે. તમામ બાબતો લગ્ન પહેલા જેવી હતી તેવી જ છે. એશે આરાધ્યાના જન્મ બાદ પોતાના અનુભવ અંગે પણ વાત કરી છે. તેનુ કહેવુ છે કે માતા બની ગયા બાદ પણ તે પહેલાની જેમ જ સક્રિય રહી હતી. તે જાહેરખબરમાં કામ કરી રહી હતી. ચેરિટીમાં પણ કામ કરી રહી હતી. બિઝનેસમાં પણ કામ કરી રહી હતી. જ્યારે આરાધ્યા ત્રણ વર્ષની હતી ત્યારે તે ફિલ્મ કરી રહી હતી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મમાં દેખાતી ન હતી પરંતુ ફિલ્મને લઇને સક્રિય હતી. ફિલ્મો સાથે ક્યારેય છેડો ફાડ્યો ન હતો. એશે કહ્યુ છે કે આ તમામ બાબતા ફિલ્મી લાઇનની જેમ છે. તેનુ કહેવુ છે કે અભિષેક તેના પતિ છે. અને આરાધ્યા તેની પુત્રી છે. તેનુ કહેવુ છે કે તેની માતા એક માત્ર એવી વ્યક્તિ છે જેને તે સંપૂર્ણપણે જાણે છે. તેનુ કહેવુ છે કે જે સંસ્કાર તેને તેમની માતા પાસેથી મળ્યા છે તે જ સંસ્કાર તે પોતાની પુત્રીને આપી રહી છે. મિસ વર્લ્ડ તરીકે રહી ચુકેલી એશ આજે પણ તમામ યુવતિઓ માટે પ્રેરણા સમાન છે. તેની બાબતોથી મહિલાઓ હજુ ઉત્સાહિત થાય છે. તેની ફિલ્મ ફન્ને ખાન અને સલમાન ખાનની ફિલ્મ રેસ-૩ એક સાથે આવનાર છે. આવી સ્થિતીમાં એશ અને સલમાન બોક્સ ઓફિસ પર આમને સામને આવવાર છે. સલમાન ખાન રેસ-૩ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે છે. આ ફિલ્મમાં તેની સાથે જેક્લીન, ડેઝી શાહ, અનિલ કપુર, બોબી દેઓલ અને હુમા કુરેશીના ભાઇએ ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ રજૂ થાય તે પહેલા જ જંગી કમાણી કરી કરી ચુકી છે.
એશ પોતાની ફિલ્મ ફન્ને ખાન રેસ-૩ ફિલ્મ સાથે રજૂ કરવામાં આવી રહી છે તે બાબતને લઇને બિલકુલ પરેશાન નથી, તે માને છે કે બન્ને ફિલ્મોને ચાહકો પસંદ કરશે. જો કે મોટા ભાગના નિષ્ણાંતો માની રહ્યા છે કે રેસ-૩ ફિલ્મના કારણે ફન્ને ખાન ફિલ્મ ફેકાઇ જશે અને આ ફિલ્મને આર્થિક રીતે મોટુ નુકસાન થનાર છે.

Related posts

પ્રિયા પ્રકાશને રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં કામ કરવાની ઑફર મળી

aapnugujarat

ત્રણ ખાનની સાથે કામ કરવું જરૂરી : તાપ્સી

aapnugujarat

मेरे जन्म के बाद चमका पापा का करियर : सोनम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1