Aapnu Gujarat
મનોરંજન

અજય સાથે રેડ ફિલ્મ હિટ રહેતા ઇલિયાના ખુશ

હાલમાં જ રજૂ કરવામાં આવેલી અજય દેવગનની સાથેની રેડ ફિલ્મને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળ્યા બાદ અને ફિલ્મમાં તેની ભૂમિકાની જોરદાર પ્રશંસા કરવામાં આવ્યા બાદ ખુબસુરત ઇલિયાના હવે ભારે ખુશ છે. તેનામાં આત્મવિશ્વાસ ફરી વધી રહ્યો છે. અજય દેવગનની સાથે તેની કેમિસ્ટ્રીની પ્રશંસા કરવામાં આવી રહી છે. તે અજય સાથે અગાઉ બાદશાહોમાં પણ નજરે પડી હતી. હવે વધુ ફિલ્મ કરવા માટે આશાવાદી છે. તેની પાસે રેડ ફિલ્મ હિટ રહેતા દક્ષિણ ભારતની સાથે સાથે હિન્દી ફિલ્મોની પણ વધારે ઓફર આવી રહી છે. ઇલિયાના તમામ પ્રકારની કુશળતા હોવા છતાં હજુ સુધી બોલિવુડની ફિલ્મોમાં ઇચ્છિત સફળતા મેળવી લેવામાં સતત નિષ્ફળ સાબિત થઇ રહી હતી. અજય દેવગનની સાથે ફિલ્મ બાદશાહોમાં તેની ચર્ચા થઇ હતી. આ ફિલ્મના ગીતોના કારણે તેની ચર્ચા રહી હતી. સતત નિષ્ફળતાના કારણને તે હતાશ નથી. રૂસ્તમ બાદ તે અજય દેવગનની સાથે બાદશાહો ફિલ્મમાં નજરે પડી હતી. હવે ફરી અજય સાથે રેડમાં દેખાઇ છે. હવે હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મો ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પ્રયાસ કરી રહી છે. ઇલિયાના ડી ક્રુઝ પર હવે બોલિવુડ અને દક્ષિણ ભારતની તેની ફિલ્મોમાં વધારે સેક્સી અને દેખાવડી દેખાવવા માટે દબાણ વધી રહ્યુ છે. ઇલિયાના દરેક ભાષાની ફિલ્મમાં કામ કરીને તેની કુશળતા સાબિત કરવા માટે તૈયાર દેખાઇ રહી છે. તેની પાસે હિન્દી ફિલ્મો વધારે આવી રહી નથી. પરંતુ તે દક્ષિણ ભારતની સારી ફિલ્મો મેળવી રહી છે. જેમાં ટોપ સ્ટાર કામ કરી રહ્યા છે. ઇલિયાના માને છે કે તે કોઇ પણ નિયમોમાં રહેવા માંગતી નથી. તેની પાસે આવેલી ફિલ્મો જુદા જુદા રોલ ધરાવે છે. હાલના દિવસોમાં ઇલિયાના દબાણના તબક્કામાંથી પસાર થઇ રહી છે. સાહસી અને ખુબસુરત ઇલિયાના માને છે કે બોલિવુડમાં ટકી રહેવાની બાબત કોઇ વધારે મુશ્કેલ કામ નથી. તેની કેરિયર હવે ફરી તેજીમાં છે.

Related posts

ઇલિયાના સાઉથમાં હિટ

aapnugujarat

આલિયા અને રણબીર કપુર ફરી કામ પર પરત

aapnugujarat

एनआइए मिकासिंग को गिरफ्तार कर पूछे की दाउद कहां है….!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1