Aapnu Gujarat
મનોરંજન

ઇલિયાના સાઉથમાં હિટ

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પાસે હાલમાં કોઇ હિન્દી ફિલ્મ હાથમાં નથી. તે હિન્દી ફિલ્મોમાં સફળ સાબિત થઇ નથી પરંતુ સાઉથની ફિલ્મોમાં હિટ સાબિત થઇ રહી છે. તે છેલ્લે અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં ચમકી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. તેના લગ્નને લઇને હાલમાં સતત હેવાલો આવ્યા છે. જો તે તે કોઇ ટિપ્પણી આને લઇને કરી રહી નથી. ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાજ રજૂ થયેલી રેડ અને તેના પહેલા બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડી હતી. ફિલ્મમાં અજય સાથે તેની જોડીની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને સરેરાશ સફળતા પણ મળી હતી. ઇલિયાના તે પહેલા અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તેને સારા કલાકારો સાથે રોલ મળ્યા છે.ઇલિયાના પોતાની કેરિયરમાં ખરાબ સમયમાંથી પણ પસાર થઇ ચુકી છે. થોડાક સમય પહેલા ઇલિયાનાએ એવો ખુલાસો કરીને તમામને ચોંકાવી દીધા હતા કે એક વખતે તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં પહોંચી ગઇ હતી કે તે આત્મહત્યા અંગે વિચારતી રહેતી હતી. પોતાના સંઘર્ષ અનવે ડિપ્રેશનના સંબંધમાં વાત કરતા ઇલિયાનાએ કહ્યુ છે કે ડિપ્રેશન એકદમ સાચી બાબત છે. તેનુ કહેવુ છે કે ડિપ્રેશન દિમાગમાં એક પ્રકારની કેમિકલ અસમાનતા છે. તેની સારવાર કરવામાં આવે તે જરૂરી છે. મેન્ટલ હેલ્થની ૨૧મી બેઠકમાં ઇલિયાનાએ આ મુજબની વાત કરી હતી. તેનુ કહેવુ છે કે તે ખુબ જ સંકુચિત પ્રકારની છે. તે હમેંશા ઉદાસ રહેતી હતી.ઇલિયાના પાસે સાઉથની ફિલ્મો વધારે છે.

Related posts

સલમાન ખાન સાથે એમી જેક્સન કિક-૨માં દેખાશે

aapnugujarat

ઇશાના નવા ફોટોશુટ્‌સની ફરી ચર્ચા

aapnugujarat

બાળકોની નવી પસંદ મણિકર્ણિકા ડોલ, કંગના રનૌતની ટીમે સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

editor

Leave a Comment

UA-96247877-1