પ્રિયા પ્રકાશને રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં કામ કરવાની ઑફર મળી

Font Size

ફેબ્રુઆરીમાં પ્રિયા પ્રકાશ વારિયરનો આંખ મારતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો રિલીઝ થતા પ્રિયા પ્રકાશ છવાઇ ગઇ હતી અને ચર્ચાનો વિષય બની હતી. આ વિડીયોને કારણે તેને બોલિવુડની એક ફિલ્મ પણ મળી ગઇ છે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર પ્રિયા પ્રકાશ વારિયરને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં કામ કરવાની ઑફર મળી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે.પોતાનો વિડીયો વાયરલ થતા જ પ્રિયા પ્રકાશને ઘણી બધી ફિલ્મોની ઑફર્સ આવી હતી. ‘સિમ્બા’ ફિલ્મનાં કૉ-પ્રોડ્યુસર કરણ જોહર ઇચ્છતા હતા કે ફિલ્મમાં પ્રિયા પ્રકાશને લેવામાં આવે. આ પહેલા પ્રિયા પ્રકાશ પણ રણવીર સિંહ સાથે કામ કરવાની ઇચ્છા જાહેર કરી ચુકી છે.સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં હિરોઇનનો રોલ લાંબો નથી, પરંતુ બોલિવુડને પ્રિયામાં રસ છે. પ્રિયાનાં ચાહકો તેને બોલિવુડમાં ‘સિમ્બા’ ફિલ્મથી જોવે તો નવાઇ નહીં.‘સિમ્બા’ ફિલ્મને રોહિત શેટ્ટી નિર્દેશિત કરી રહ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહ પોલીસનાં પાત્રમાં છે. ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રજુ થશે.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *