Aapnu Gujarat
મનોરંજન

સેક્સી અર્શી ફિલ્મ સહિત અનેક પ્રોજેક્ટમાં વ્યસ્ત

બિગ બોસ-૧૧માં પોતાના વિવાદાસ્પદ નિવેદન અને ડ્રેસના કારણે ચર્ચામાં રહેનાર અભિનેત્રી સેક્સી અર્શી ખાનની બોલબાલા સતત વધી રહી છે. અર્શી ખાન હવે પ્રભાસ સાથે એક ફિલ્મ કરી રહી હોવાના હેવાલ મળ્યા છે. બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે તે અંગેના હેવાલ તો પહેલાથી જ આવી ચુક્યા છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે તે બાહુબળી પ્રભાસ સાથે કામ કરવા જઇ રહી છે. જો આ અહેવાલને સમર્થન મળશે તો એમ ગણાશે કે અર્શી ખાન જ બિગ બોસમાં જેકપોટ જીતી ગઇ છે. અર્શી ખાને પોતે ટ્‌વીટર પર માહિતી આપતા કહ્યુ છે કે તે એક મોટી ફિલ્મ સાઇન કરી ચુકી છે. જેમાં અભિનેતા તરીકે પ્રભાસ રહેનાર છે. અર્શીએ હૈશટેગની સાથે સલમાન ખાન, કલર્સ ટીવી, અંડમોલ સાઇન ઇન્ડિયા, બિગ ોસ અને અન્ય તમામનો આભાર માન્યો છે. અર્શી ખાને કહ્યુ છે કે તમામને કારણે તેની લોકપ્રિયતા ભારતમાં સતત વધી રહી છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હાલમાં સ્વીમિંગ અને જીમમાં જઇ રહી છે અને ટ્રેનિંગ લઇ રહી છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે ખતરો કે ખિલાડી માટે પણ તેનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ અહેવાલને સમર્થન મળ્યુ નથી. અર્શી પોતાના નિવેદનના કારણે ભારે ચર્ચામાં રહી છે. પ્રભાસ હાલમાં સાહો ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે શ્રદ્ધા કપુર કામ કરી રહી છે. ફિલ્મમાં નિલ નિતિન મુકેશ અને જેકી શ્રોફ પણ કામ કરી રહ્યા છે. અર્શી ખાન હાલમાં સની લિયોન બાદ દેશમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવનાર સેલિબ્રિટી તરીકે ઉભરી ચુકી છે. તેની લોકપ્રિયતામાં અનેક ગણો હવે થાય તેવા સંકેત પણ મળી રહ્યા છે.

Related posts

રાધિકા હર્ષવર્ધનની સાથે ફિલ્મને લઇ આશાવાદી

aapnugujarat

‘सूर्यवंशी’ में छिपा है ‘सिंघम 3’ का संकेत : अजय

aapnugujarat

ભારતીય દલિત સાહિત્ય અકાદમી, ગુજરાત દ્વારા કોરોના મહામારીના સમયે ત્રણ કવિ સંમેલનનું રાષ્ટ્રીય સ્તરે આયોજન

editor

Leave a Comment

UA-96247877-1