Aapnu Gujarat
મનોરંજન

ના..હોય…રણબીરની ભૂલોના લીધે રણવીર સુપરસ્ટાર બન્યો..!!

રણવીર સિંઘ અને રણબીર કપૂરને એકબીજાના કમ્પિટિટર્સ ગણાવવામાં આવી રહ્યા છે. રણવીર સિંઘ જે રોલ્સના કારણે સુપરસ્ટાર્સ બન્યો છે એમાંથી અનેક રોલ્સ સૌપ્રથમ રણબીર કપૂરને ઓફર કરવામાં આવ્યા હતા. જેમાંથી લેટેસ્ટમાં ‘ગલી બોય’નો સમાવેશ થાય છે. આ ફિલ્મની ડિરેક્ટર ઝોયા અખ્તર એના માટે રણબીર કપૂરની સાથે કામ કરવા માટે આતુર હતી.
ઝોયાએ આ ફિલ્મ રણબીરને ઓફર કરી હતી ત્યારે રણબીર માત્ર સંજય દત્તની બાયોપિક પર જ ફોકસ કરવા માગતો હતો. રણવીરે આ પહેલાં ‘દિલ ધડકને દો’માં ઝોયાની સાથે કામ કર્યું હતું. એ ફિલ્મ પણ રણબીરને ઓફર કરવામાં આવી હતી. વાસ્તવમાં ઝોયા ઇચ્છતી હતી કે, એ ફિલ્મમાં રણબીર અને કરીના કપૂર ખાન સાથે જોવા મળે.
વાસ્તવમાં રણબીરની ડેબ્યૂ ફિલ્મ ‘સાવરિયા’ ફ્લોપ ગયા બાદ તેણે સંજય લીલા ભણસાળીની સાથે કામ ન કરવાનું નક્કી કર્યું હતું. ભણસાળીએ રણબીરને ‘રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ ઓફર કરી હતી, પરંતુ રણબીરે ભણસાળીની તમામ ફિલ્મ્સ માટે ના પાડી હતી. એટલે જ રણબીરની ભૂલોથી રણવીરને ખૂબ ફાયદો થયો છે. બીજી તરફ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’માં લીડ રોલ રણવીરે રાતોરાત ગુમાવ્યો હતો અને એનો એ રોલ રણબીરે મેળવ્યો હતો. જોકે, ‘બોમ્બે વેલ્વેટ’ ફ્લોપ થઈ હતી.

Related posts

નક્સલવાદીઓની ધમકી બાદ અક્ષય કુમારને મજબૂત સુરક્ષા પૂરી પાડવાની મહારાષ્ટ્રના પોલીસ વડાની ખાતરી

aapnugujarat

એમ્મા વોટ્‌સન અને વિલિયમ નાઇટ વચ્ચેના સંબંધ તુટ્યા : રિપોર્ટ

aapnugujarat

અમિતાભ બચ્ચને સ્વચ્છતા # SHS2018 ની દિશામાં તેમના અનુભવો વિશે જણાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1