નક્સલવાદીઓએ અક્ષય કુમારને આપેલી ધમકીને પગલે મહારાષ્ટ્રની પોલીસે આ બોલીવૂડ એક્ટરને મજબૂત સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી છે.
મહારાષ્ટ્રના પોલીસ વડા સતીષ માથુરે કહ્યું છે કે અક્ષય કુમારને ધમકીની બાબતમાં મુંબઈ પોલીસ તપાસ કરશે.
માથુરે એમ પણ કહ્યું છે કે નક્સલવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં જે કોઈ અમને ટેકો આપશે એમને અમે ચોક્કસપણે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓઈસ્ટ) ના નક્સલવાદીઓએ ગયા માર્ચ મહિનામાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ કરેલા હુમલામાં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જે જવાનો માર્યા ગયા હતા એમના પરિવારજનોને અક્ષય કુમારે આર્થિક સહાયતા કરી છે. અક્ષયની એ મદદથી નક્સલવાદીઓ રોષે ભરાયા છે અને એને આ પ્રવૃત્તિ બંધ કરી એને બદલે નક્સલવાદીઓની લડતને ટેકો આપવા કહ્યું છે.અક્ષયને ધમકી આપતું ફરફરિયું છત્તીસગઢના બસ્તરમાં જોવા મળ્યું હતું.