Aapnu Gujarat
બિઝનેસ

મોદી રાજના ચાર વર્ષમાં જ સરકારી બેંકોએ રૂપિયા ૨,૨૨,૬૯૫ કરોડની લોન માંડવાળ કરી

બેંકિંગ ક્ષેત્રે ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોએ બેંકો સહીત સરકાર સામે ગ્રાહકો અને પ્રજામાં આઘાત સાથે અવિશ્વાસ પેદા કર્યો છે. કારણ કે,સરકારી બેંકોએ છેલ્લા એક જ વર્ષમાં જ ૮૧,૬૮૩ કરોડની લોન માંડવાળ કરી છે.જેમાં ૧૭ વર્ષમાં પહેલીવાર એસબીઆઈએ ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ૨૦૩૩૯ કરોડની લોન માંડવાળ કરી બેંક,પ્રજા અને સરકારને અધધધ નુકસાન કર્યું છે.
મોદી રાજના છેલ્લાં ચાર વર્ષમાં જ સરકારી બેંકોએ કુલ રૂપિયા ૨,૨૨,૬૯૫ કરોડની લોન માંડવાળ કરી દેતા તમામ બેન્કોમાં એનપીએની હાલત કથળતા વિકટ સમસ્યા સર્જાઈ છે.ભારતમાં માત્ર એક જ વર્ષમાં સરકારી બેંકોની ૮૧ હજાર કરોડથી વધારે લોન રાઈટ ઓફ થઇ ચુકી છે. જયારે કોઈ બેંક લોન વસુલ કરી શકતી નથી ત્યારે તે લોન રાઈટ ઓફ કરે છે. એટલે કે,લોન માંડી વાળીને બેંકના ચોપડે દર્શાવતી નથી.
પીએનબીના કૌભાંડ સાથે બહાર આવેલી બેંકોની એનપીએની કથળેલી હાલતમાં બેન્કોની નોન પરફોર્મિંગ, રીસ્ટ્રકચર્ડ અથવા રોલ્ડ ઓવર લોનનો સમાવેશ થાય છે.આવી લોનો ગયા વર્ષના મધ્યમાં જ ૧૪૮ અબજ ડોલરની ઉંચી સપાટીએ પહોચી ગઈ હતી.બેંકો ધ્વારા આર્થિક મંદી અને નફાકારક ધિરાણની લ્હાયમાં છેલ્લા ચાર વર્ષમાં બેડ લોન્સની સંખ્યા લગભગ બમણી થઇ ગઈ છેજેમાં ૧૭ વર્ષમાં પહેલીવાર એસબીઆઈએ ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ૨૦૩૩૯ કરોડની લોન માંડવાળ કરી ઘણું મોટું નુકસાન કર્યું છે.જયારે પીએનબી એ ૯૨૦૫ કરોડ,બીઓઆઈ એ ૭૩૪૬ કરોડ,કેનેર બેંકે ૫૫૪૫ કરોડ અને બીઓબી એ ૪૩૪૮ કરોડની લોન માંડવાળ કરી છે જયારે સમગ્ર દેશમાં લગભગ તમામ સરકારી બેંકો ધ્વારા ૨૦૧૨-૧૩માં ૨૭૨૩૧ કરોડ,૨૦૧૩-૧૪માં ૩૪૪૦૯ કરોડ, ૨૦૧૪-૧૫માં ૪૯૦૧૮ કરોડ, ૨૦૧૫-૧૬માં ૫૭૫૮૫ કરોડ અને ૨૦૧૬-૧૭માં ૮૧૬૮૩ કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે.
આમ મોદી રાજના છેલ્લા ચાર વર્ષમાં જ રૂપિયા ૨,૨૨,૬૯૫ કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે.સરકારી બેંકોમાં સરેરાશ ૨૧માંથી ૯ બેંકો ૧૫ ટકાથી વધુ એનપીએ વધી છે.જયારે સરેરાશ ૧૨ ટકા એનપીએની સપાટી ૧૨ બેંકો પાર કરી ગઈ છે.૨૦૧૭ના વર્ષ સુધીમાં ૮.૪ કરોડ લીસ્ટેડ બેન્કોની એનપીએ છે.
પરિણામે કેન્દ્ર સરકાર ધ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા સરકારી બેંકોમાં જમા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નુકશાનથી સરકારની બેંકો માટેની રીકેપીટલાઈઝેશન યોજના ઉપર અસર પડશે.
બીજીતરફ ભારતમાં સરકારી બેન્કોની ૭,૩૩,૮૭૪ કરોડની એનપીએ સામે ખાનગી બેન્કોની એનપીએ ૧,૦૨,૮૦૮ કરોડ જેટલી છે.છેલ્લે વિડીયોકોન અને મધ્ય પ્રદેશમાં પણ ૬૬૨૬ કરોડનું પાવર કૌભાંડ બહાર આવેલું છે.તેમાં રાફેલ સોદાનું તો હજુ કોઈ નામ લેતું નથી.ત્યારે બેંકોએ આ દેવા,લોન કે કૌભાંડો સામે વધુ કડક પગલા અને નાણાકીય જોગવાઈ પણ કરવી પડશે.

Related posts

એફસીઆઈમાં ૫૦૦૦ કરોડ રોકવા માટે તૈયારી

aapnugujarat

વિમાની યાત્રીઓની સંખ્યા ઓક્ટોબરમાં ૧.૦૪ કરોડ

aapnugujarat

सुपरकंप्यूटर : भारतीय के कमाल पर अमेरिका दंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1