Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોટબંધી બાદ સરકારી કર્મીઓ દ્વારા ડિપોઝિટની ઉંડી ચકાસણી

નોટબંધી બાદ સરકારી કર્મચારીઓ દ્વારા જમા કરવામાં આવેલી રદ નોટને લઇને હવે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન તપાસ કરનાર છે. આ બાબત સપાટી પર આવ્યા બાદ હવે સરકારી કર્મચારીઓમા ંપણ દહેશત પ્રવર્તી રહી છે. સીવીસીના પ્રમુખ કેવી ચૌધરીએ માહિતી આપતા કહ્યુ છે કે કમિશને આ સંબંધમાં ઇન્કમ ટેક્સ ઓથોરિટી પાસેથી ડેટાની માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે આઠમી નવેમ્બરના દિવસે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને રદ કરવાની જાહેરાત કરી હતી. લોકોને આ નોટ પોતાના બેંક ખાતામાં જમા કરવા માટે એક સમયમર્યાદા આપવામાં આવી હતી. ચૌધરીએ કહ્યુ હતુ કે તેઓએ આ પ્રકારની ટ્રાન્જેક્શન મોટા પાયે થયા હોવાને ધ્યાનમાં લઇને ટેક્સ ઓથોરિટી પાસેથી તપાસ કરવાને લઇને તરીકાના મુદ્દા પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે અમને એ બાબત જોવાની જરૂર છે કે સરકારી કર્મચારીઓ દ્વારા જમા કરવામાં આવેલી રકમ તેમની આવકની મુજબ છે કે કેમ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ પહેલા જ આ બાબતે કામ કરી રહ્યુછે. અમને હજુ સુધી ડેટા મળી રહ્યા નથી. ચૌધરીને આશા છે કે સીબીડીટી ડિપોઝિટને લઇને વધારે સારા આંકડા ઉપલબ્ધ કરાવશે. સીવીસી સરકારી કર્મચારીઓ અને સરકારી કંપનીઓમાં કામ કરનાર લોકોના મામલામાં તપાસ કરશે. સીવીસીની હદમાં સામાન્ય રીતે ગ્રુપ એ અને બીના અધિકારી આવે છે. ચૌધરીએ કહ્યુ છે કે જો કોઇ વ્યક્તિ સીવીસીની હદમાં નથી તો પણ તેની સાથ જોડાયેલી કતમ એક મર્યાદાથી બહારછે તો તે મામલાને ચોક્કસપણે કાર્યવાહી માટે વિજિલન્સ અધિકારી પાસે મોકલી દેવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે સીવીસી ખાસ કરીને નોટબંધીના ગાળા દરમિયાન જુદી જુદી વ્યક્તિ તરફથી કવામાં આવનાર શંકાસ્પદ ડિપોઝિટમાં તપાસ કરનાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા મહિનાના અંતમાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે પોાતાના વાર્ષિક અહેવાલમાં કહ્યું હતું કે, બંધ કરવામાં આવેલા નોટ પૈકી ૯૯ ટકા નોટ બેંકિંગ વ્યવસ્થામાં પરત આવી ગઈ છે. સરકારે નોટબંધીની જાહેરાત કર્યા બાદ કહ્યું હતું કે, આનો હેતુ બ્લેક મની ઉપર અંકુશ મુકવાનો છે અને ત્રાસવાદીઓના ફંડિંગને રોકવા માટેનો છે પરંતુ આ દિશામાં કોઇ નક્કર સફળતા હાથ લાગી નથી. હવે સીબીડીટીની મદદ લેવામાં આવી રહી છે. નોટબંધીના ગાળા દરમિયાન જુદી જુદી વ્યક્તિ તરફથી શંકાસ્પદ ડિપોઝિટના મામલામાં તપાસ ચાલી રહી છે.

Related posts

ખેડૂતોની કર્જમાફીના કારણે મૂડીઝ જેવી એજન્સીઓ ઘટાડી રહી છે ભારતનું રેટિંગ

aapnugujarat

મંદીનો દોર જારી : સેંસેક્સમાં ૧૫૦ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

મહિલા સૈનિકોએ સંભાળ્યો આંતરિક સુરક્ષા મોરચો

editor

Leave a Comment

UA-96247877-1