Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હવે ભારતના ૪૮ કરોડથી વધુના વર્કફોર્સ પર લટકતી તલવાર : આઈટી સેક્ટર મંદીમાં

ભારતમાં ૪૮ કરોડથી વધુ વર્કફોર્સ પર તલવાર લટકી રહી છે. આઇટી સેક્ટરની જેમ જ હવે અન્ય ક્ષેત્રોમાં પણ હાલત કફોડી બનેલી છે. આના માટે કેટલાક કારણોને જવાબદાર ગણવામાં આવે છે. આઇટી સેક્ટરને કોઇ સમય જોબની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ લોકો ગણતા હતા. પરંતુ હવે સ્થિતી બદલાઇ રહી છે. આઇટીમાં જોબ કરનારને ભારતની વધતી તાકાત દેખાઇ રહી હતી. પશ્ચિમી જગતની તુલનામાં સસ્તામાં કામ કરનારની ક્ષમતાના દમ પર મજબુત આઇટી આઉટસોર્સિંગ સર્વિસેઝના કારણે એજ્યુકેટ મિડલ ક્લાસામાં નવી આશા જાગી હતી.પરંતુ હવે આને ફટકો પડી ચુક્યો છે. અમેરિકી કંપનીને સ્પેશિયલ સેગમેન્ટમાં અસ્થાયી રીતે વિદેશી કામદાર રોકવા માટે મંજુરી આપનાર એચ-૧બી વીઝા પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. આ પ્રતિબંધ પણ એવા સમય પર મુકવામાં આવ્યો છે જ્યારે બીજા કારણોસર પણ આઇટી સેક્ટરની હાલત કફોડી બનેલી છે. આવીસ્થિતીમાં ઇન્ડિયન આઇટી સેક્ટરને સ્પર્ધામાં રહેવા માટે આશરે ૪૦ લાખ કર્મચારીઓ જાળવી રાખવાની જરૂર દેખાઇ રહી છે. સાથે સાથે પોતાના દશકો જુના બિઝનેસ મોડલને બદલી દેવાની જરૂરીયાત દેખાઇ રહી છે. એક દશક પોતાના પીક પર રહેવાના ગાળા દરમિયાન ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ૪૦ લાખ વર્કર હતા. હવે સ્થિતી બદલાઇ રહી છે. નજીકના ભવિષ્યમાં ૩૦-૪૦ ટકા કર્મીઓની નોકરી જઇ શકે છે. બેકિંગ સેક્ટરના કર્મચારીઓ પર ડીજિટલ ટેકનોલોજીની માર પડી રહી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

સેંસેક્સ ૩૧૧ પોઈન્ટ ઘટીને બંધ

aapnugujarat

કબર માટે ત્રણ હાથ જમીન જોઇતી હોય તો વંદેમાતરમ્‌ ગાવું પડશે : ગિરિરાજસિંહ

aapnugujarat

બીઆરડી મેડિકલ કોલેજ ગોરખપુર : ચાર દિવસમાં ૬૯ બાળકના થયેલા મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1