Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહિલા સૈનિકોએ સંભાળ્યો આંતરિક સુરક્ષા મોરચો

એલઓસી ખાતે પડકારજનક ડ્યુટી બાદ આસામ રાઈફલની મહિલા સૈનિક હવે આંતરિક સુરક્ષાનો મોરચો પણ સંભાળશે. આ મહિલા સૈનિકોએ ઉત્તરી કાશ્મીરના તંગધાર સેક્ટરમાં ડ્રગ તસ્કરો વિરૂદ્ધ અભિયાનથી લઈને એન્ટી ટેરર ઓપરેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે આ રાઈફલ વુમનને તપાસ નાકાઓ પર પણ તૈનાત કરી દેવામાં આવી છે. સેનાની કિલો ફોર્સના જીઓસી મેજર જનરલ એચએસ સાહીએ જણાવ્યું કે, આસામ રાઈફલની બટાલિયનમાં રાઈફલ વુમન પણ સામેલ છે. પુરૂષ સૈનિકોની માફક જ તેમણે તમામ કામ કરવા પડે છે. ઘાટીમાં તાજેતરમાં જ બાંદીપોરા અને ગાંદરબલ જિલ્લાના કંગન ખાતે મહિલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. તેમને રૂટિન ચેકિંગ અને મોબાઈલ વ્હીકલ ચેક પોઈન્ટ્‌સ પર પુરૂષ સૈનિકો સાથે તૈનાતી આપવામાં આવી છે. કોઈ પણ ઓપરેશન દરમિયાન મહિલાઓ ઉપસ્થિત હોય તેવા ઘરોમાં દાખલ થઈને તલાશી લેવા દરમિયાન રાઈફલ વુમને પ્રશંસનીય કામ કરી દેખાડ્યું છે.
જીઓસીએ જણાવ્યું કે, મહિલા સૈનિકોની તૈનાતી બાદ ડ્યુટી વધુ સારી અને પ્રોફેશનલ રીતે કરવામાં મદદ મળશે. તે સિવાય સેનાની વર્દી પહેરવા માટે ઈચ્છુક યુવતીઓ માટે રાઈફલ વુમન એક રોલ મોડલ બનશે.
પશ્ચિમ બંગાળના વર્ધમાન ખાતેની રાઈફલ વુમન રેખા કુમારીએ જણાવ્યું કે, ઘાટીમાં તૈનાતી પહેલા તે મણિપુર અને નાગાલેન્ડમાં પણ ડ્યુટી આપી ચુકી છે. કાશ્મીર આવતા પહેલા અનેક શંકાઓ હતી પરંતુ અહીં દેશસેવા માટે આવી છે. કાશ્મીર માટે અનેક ખોટી ધારણાઓ છે જે અહીંના લોકોને મળીને દૂર થઈ છે. અહીંના લોકો સારા છે. ભારતીય સેનામાં સામેલ રાઈફલ વુમનની તૈનાતી ગત વર્ષે પહેલી વખત ઓગષ્ટમાં એલઓસી પાસે કરવામાં આવી હતી. આ મહિલા સૈનિક પણ આસામ રાઈફલ્સ દળની હતી. તેમને ડેપ્યુટેશન પર ઉત્તર કાશ્મીરના તંગધાર સેક્ટરમાં તૈનાતી આપવામાં આવી છે. કેપ્ટન ગુરસિમરન કૌર ૩૦ મહિલા સૈનિકોના દળની આગેવાની કરી રહી છે. કેપ્ટન ગુરસિમરન કૌર જમ્મુ કાશ્મીરની જ દીકરી છે. પરિવારમાં તેના પિતા અને દાદા પણ સેનાના પદ પર કાર્ય કરી ચુક્યા છે અને તે ત્રીજી પેઢીની સૈન્ય અધિકારી છે.

Related posts

ભાજપ હવે સુપર ઇલેક્શન કમિશન : કોંગ્રેસના પ્રહારો

aapnugujarat

राजधानी में टिकट कन्फर्म नहीं तो अब हवाई टिकट

aapnugujarat

कर+नाटक: कांग्रेस के 22 व निर्दलीय विधायक नागेश ने दिया इस्तीफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1