Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ હવે સુપર ઇલેક્શન કમિશન : કોંગ્રેસના પ્રહારો

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ ભાજપના આઈટી હેડના ટિ્‌વટથી વિવાદ ગંભીર બની ગયો છે. એકબાજુ ચૂંટણી પંચે તપાસ કરવાની ખાતરી આપી છે. બીજી બાજુ કોંગ્રેસે તક ઝડપી લીધી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ચૂંટણી પંચની વિશ્વસનીયતાને આ સીધો પડકાર છે. સૂરજેવાલાએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, ભાજપ સુપર ઇલેક્શન કમિશન છે. હકીકતમાં ભાજપના આઇટી હેડ અમિત માલવીય મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવત દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ તેમની આ વાત સાચી નીકળી હતી. તેઓએ અમિત માલવીયાના ટિ્‌વટના સ્ક્રીન સ્લોટની સાથે હિન્દી અને અંગ્રેજીમાં ટિ્‌વટ કર્યા છે. સૂરજેવાલાએ પ્રશ્ન કરતા કહ્યું છે કે, ચૂંટણી પંચ ગુપ્ત સૂચના લીક કરવાના મામલામાં ભાજપ પ્રમુખ અમિત શાહને કોઇ નોટિસ જારી કરશે કે કેમ. ભાજપના આઈટી હેડ સામે એફઆઈઆર દાખલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. ભાજપ બંધારણીય સંસ્થાઓના ડેટા પણ ચોરી કરે છે. પત્રકાર પરિષદ દરમિયાન ઓપી રાવતે આજે કાર્યક્રમની જાહેરાત કરી હતી. કોંગ્રેસે આ પહેલા તારીખ જાહેર થવાને લઇને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. જો કે, રાવતે કહ્યું હતું કે, કાયદા હેઠળ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. અમિત માલવીયે પોતાના ટિ્‌વટમાં ૧૨મી મેના દિવસે મતદાન અને ૧૮મી મેના દિવસે મતગણતરીની વાત કરી હતી. જો કે, માલવીય ઉપર પગલાની શક્યતા દેખાઈ રહી નથી. કારણ કે, આવા કોઇ ચૂંટણી કાયદા નથી. અલબત્ત ચૂંટણી પંચના અધિકારી સામે કાર્યવાહી થઇ શકે છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખગડે દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, માલવીયે એ ૧૧ વાગે ચૂંટણી તારીખને લઇને ટિ્‌વટ કરીને માહિતી આપી હતી.

Related posts

તેલંગાણામાં ભાજપનું શાસન આવશે તો ઓવેસી ફરાર થશે : યોગી આદિત્યનાથ

aapnugujarat

ऑपरेशन सनशाइन २ : बॉर्डर पर भारत और म्यांमार की सेना की साझा कार्रवाई

aapnugujarat

લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી જીતશે અને રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવીશું : યોગી આદિત્યનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1