Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણીઃ ઉમેદવાર ૨૮ લાખથી વધુ ખર્ચ નહીં કરી શકે

કર્ણાટકમાં વિધાનસભાની ચંૂટણી માટે કાર્યક્રમની જાહેરાત થયા બાદ આચારસંહિતા તાત્કાલિક અમલી બની છે. કર્ણાટકની કુલ વસતી છ કરોડની રહેલી છે જે પૈકી ૪.૯૦ કરોડ નોંધાયેલા મતદારો છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આ વખતે સાત ચહેરાઓ ઉપર લડવામાં આવનાર છે જે પૈકી ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદીયુરપ્પાના આધાર પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી મુખ્ય ચહેરા તરીકે રહેશે. આવી જ રીતે જેડીએસ તરફથી પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને તેમના પુત્ર એચડી કુમારસ્વામી મુખ્ય ચહેરા તરીકે રહેશે. આ વખતની ચૂંટણી ભાજપ માટે પણ મુશ્કેલરુપ રહી શકે છે. કારણ કે લિંગાયત સમુદાયને લઇને કોંગ્રેસ તરફથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. બીજી બાજુ ચૂંટણી પંચ દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, આ વખતે ચૂંટણી પ્રચારમાં ઉમેદવાર પ્રચારમાં ૨૮ લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરી શકશે નહીં. ચૂંટણી પ્રચાર દરમિયાન રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત પ્રચારમાં ઇકોફ્રેન્ડલી ચીજવસ્તુઓનો જ ઉપયોગ થઇ શકશે.
કર્ણાટકમાં આચારસંહિતા અમલી બન્યા બાદ હવે કોઇપણ રાજકીય નિર્ણય લઇ શકાશે નહીં. પોલિંગ બૂથ ઉપર પુરતા સુરક્ષા જવાનો ગોઠવવામાં આવશે. વોકાલિંગા સમુદાયની વસતી જુના મૈસુરમાં સૌથી વધારે છે. આમાથી અડધાથી વધુ લોકો જેડીએસના પરંપરાગત વોટ તરીકે રહ્યા છે. રાજ્યની વસતીમાં ઓછી ભાગીદારી ધરાવનાર આ સમુદાયના સિદ્ધારમૈયા સરકારને લઇને ખુબ જ નારાજગી દેખાઈ રહી છે. વોકાલિંગા સમુદાય જેડીએસ માટે મત આપે છે. આવી સ્થિતિમાં જે સીટો ઉપર જેડીએસની સ્થિતિ નબલી છે ત્યાં આ સમુદાયના લોકો ભાજપને મત આપી શકે છે.

 

Related posts

73वें स्वतंत्रता दिवस के मौके पर देशवासियों से बात करेंगे पीएम मोदी

aapnugujarat

કાશ્મીરી મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરતો હાફિઝ સઈદનો વીડિયો વાઈરલ

aapnugujarat

ભોપાલ ગેસ દુર્ઘટના : ઘણાંને હજુ સુધી ન્યાય મળ્યો જ નથી : ૩૩મી વરસી પર મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1