Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભોપાલ ગેસ દુર્ઘટના : ઘણાંને હજુ સુધી ન્યાય મળ્યો જ નથી : ૩૩મી વરસી પર મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

ભોપાલ ગેસ દુર્ઘટનાને આજે ૩૩ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આજે ભોપાલ ગેસ દુર્ઘટનાની ૩૩મી વરસીના દિવસે મૃતકોને યાદ કરવામાં આવ્યા હતા. પાટનગર દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ભોપાલ ગ્રુપ ફોર ઇન્ફોર્મેશન એન્ડ એક્શનના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો સવારે છ વાગે રાજભવનની સામે પહોંચ્યા હતા અને સફેદ વસ્ત્રો અથવા તો કફન લઇને જાહેર રસ્તા પર આવ્યા હતા. સંગઠન દ્વારા રન ફોર રનનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં હજારો લોકોના મોત થયા હતા. ૩૩ વર્ષ પૂર્ણ થયા બાદ આ દુર્ઘટનાનો શિકાર થયેલા ૫.૫ લાખ પીડિતો પૈકીના મોટા ભાગના લોકોને આંશિક રાહત તો ચોક્કસપણે મળી છે. પોતાની વિકલાંગતાની સામે અને ન્યાય મેળવવાની સામે સતત સંઘર્ષના કારણે આ રાહત થઇ છે. હવે અસરગ્રસ્તોને વધારે સારી આરોગ્યની સુવિઘા મળી રહી છે. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રાજ્ય સરકાર તેમને હેલ્થ કાર્ડ અને પૂર્ણ મેડિકલ હિસ્ટ્રી રેકોર્ડ આપી રહી નથી. ૩૩ વર્ષથી સારવાર ચાલી રહી હોવા છતાં તેમને અસ્થાયી રીતે શારરિક રીતે અક્ષમ લોકોની શ્રેણીમાં રાખવામાં આવી રહ્યા છે. આજે આ વિનાશકતાની યાદ તાજી થઈ છે. પરંતુ આનાથી પણ નિરાશાજનક બાબત એ છે કે ન્યાયમાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે. સમગ્ર મામલાને હજુ પણ દબાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ભોપાલ ગેસ દુર્ઘટનાનો શિકાર થયેલા અને બચી ગયેલા લોકોના પરિવારના સભ્યોને હજુ પણ આશા તો દેખાઇ રહી છે પરંતુ ન્યાય મળવામાં વિલંબની બાબત દુખદ છે. જ્યારે ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઈ ત્યારે તેનો સામનો કરી ચૂકેલા કેટલાક લોકોનું કહેવું છે કે અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે. મોટા રાજકીય પક્ષો, કોર્ટ અને સરકારી લોકો ખાતરીઓ આપે છે પરંતુ કોઈ બાબત આગળ વધી નથી. અત્રે નોંધનીય છે કે ૧૯૮૯માં સુપ્રીમ કોર્ટે સરકાર અને યુનિયન કાર્બાઈડ વચ્ચે એક સમજૂતીને મંજૂરી આપી હતી જેના ભાગરૂપે જે કંપનીમાંથી ગેસ લીક થયો હતો તે યુનિયન કાર્બાઈડ ૭૧૩ કરોડ રૂપિયા અથવા તો ૪૭૦ મિલિયન ડૉલર આપવા સહમત થઈ હતી. ભોગ બનેલા લોકોને વળતર તરીકે આ રકમ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જ્યારે આ સમજૂતી થઈ ત્યારે મોતનો આંકડો ૩૦૦૦ જણાવાયો હતો. ત્યારબાદથી આ સંખ્યા આશરે ૨૦ હજાર સુધી પહોંચી છે. આવી સ્થિતિમાં મૂળભૂત સંખ્યા કરતા પણ વળતરની રકમ વધુ લોકોને આપવાની જરૂર ઊભી થઈ છે. ભોગ બનેલા લોકો તરફથી તીવ્ર દબાણ બાદ સરકારે ૧૯૮૯ના સુપ્રીમ કોર્ટના આદેશ સામે સમીક્ષા અરજી કરી હતી અને સારા વળતરની માંગ કરી હતી.

Related posts

राजनाथ सिंह सहित 10 दिग्गजों ने अब तक नही दिया चुनाव खर्च ब्यौरा

aapnugujarat

तीन तलाक देने वालों की सजा भी तय करे उच्चतम न्यायालय : मुस्लिम वुमेन पर्सनल लॉ बोर्ड की मांग

aapnugujarat

બાબા બર્ફાનીનાં ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1