Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરી મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરતો હાફિઝ સઈદનો વીડિયો વાઈરલ

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદે ફરી એકવાર કાશ્મીરી મુસ્લિમોને ભડકાવતો એક વીડિયો જાહેર કર્યો છે.
આ વીડિયો દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન લશ્કરે તૈયબાના સંસ્થાપક આતંકી ચીફ હાફિઝ સઈદની સાજિશનો ખુલાસો થયો છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે શનિવારે કાશ્મીરના પુલવામામાં ત્રણ આતંકીઓના એન્કાઉન્ટરમાં ઠાર થયા બાદ પથ્થરબાજો સામેના ઘર્ષણમાં કાર્યવાહી કરાઈ હતી. સેનાની કાર્યવાહીમાં સાત પથ્થરબાજો ઠાર થયા છે અને અન્ય ૫૦ પથ્થરબાજો ઘાયલ થયા છે. આ મામલે કાશ્મીરમાં ભાગલાવાદીઓ દ્વારા તણાવની સ્થિતિ પેદા કરવામાં આવી છે.
વીડિયોમાં જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદે કાશ્મીરમાં આતંકવાદીઓના ટેકામાં પથ્થરમારો કરનારા પથ્થરબાજો અને દેખાવકારોના માર્યા જવાની ઘટના પર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. હાફિઝ સઈદ પણ પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવે છે.
૨૦૧૮માં અત્યાર સુધીમાં ઓપરેશન ઓલઆઉટમાં માર્યા ગયેલા ૨૫૧ આતંકીઓમાંથી લશ્કરે તૈયબાના ૮૦ આતંકીઓનો સમાવેશ થાય છે. જેને કારણે પોતાનો દાવ ઉલટો પડતો જોઈને આતંકવાદી હાફિઝ સઈદ કાશ્મીરી મુસ્લિમોને ઉશ્કેરીને દેખાવો કરાવી રહ્યો છે. જેથી સુરક્ષાદળો દ્વારા સ્વબચાવમાં ગોળીબાર કરવામાં આવે, તો વધારેમાં વધારે સંખ્યામાં સિવિલિયનોના મોત થાય.
વીડિયોમાં આતંકવાદી હાફિઝ સઈદ કાશ્મીરના લોકો સાથે એકજૂટતા દર્શાવવાનું નાટક કરતા કહી રહ્યો છે કે હું આજે અજીમ કાશ્મીરી ભાઈઓની અજીમ કુર્બાની પર તેમને ખિરાજે તહસીલ પેશ કરું છું અને હું યકીનની સાથે કહી રહ્યો છું કે ઈન્શાલ્લાહ કાશ્મીરની આઝાદીનો દિવસ નજીક છે. જેવી રીતે અહલે કાશ્મીરની કુરબાની આપી છે અને આપી રહ્યું છે, ઈન્ડિયા જોર લગાવી દીધું છે.
આઝાદીની મંજીલ પણ આવા જ ઈમ્તિહાનોમાંથી મળે છે. મારા કાશ્મીરી બાઈઓ અલ્લાહ તમારી કુર્બાનીઓ કબૂલ કરે, તમે જે કુર્બાનીઓ આપી છે, તેની કિંમત આઝાદી સિવાય બીજી કોઈ નથી. અલ્લાહની રહમતને ઉતારતા હું જોઈ રહ્યો છું, ખૂબ ઝડપથી કાશ્મીરના લોકોને શાનદાર આઝાદી મળશે, જે આ સદીની સૌથી મોટી ઘટના હશે.
હાફિઝ સઈદે વીડિયોમાં ભારતને ધમકાવતા કહ્યુ છે કે હું તે હિંદ સરકાર અને ઈન્ડિયન આર્મી ચીફને પુછવા માંગે છે કે તમે જે કરી રહ્યા છો, તેમાંથી શું મેળવી લેશો, એક જ રસ્તો છે કે કાશ્મીરીઓને આઝાદી આપો.

Related posts

अयोध्या विवाद में पांचों दिन होगी सुनवाई : सुप्रीम

aapnugujarat

Defence Minister Rajnath Singh will visit J&K on July 20

aapnugujarat

किसान के मुद्दे पर हमें १० मिनट भी नहीं बोलने दियाः राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1