Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૫૬ ઇન્ચવાળા મોદી પાસે ડોકલામ અંગે યોજના હશે : રાહુલ

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડોકલામ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર જોરદાર ટકોર કરી છે અને આસા વ્યક્ત કરી છે કે, સ્થિતિને હાથ ધરવામાં ૫૬ ઇંચની છાતી ધરાવનાર શક્તિશાળી વ્યક્તિ પાસે કોઇ યોજના હશે. રાહુલ ગાંધીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ચીને સોમવારના દિવસે દાવો કર્યો હતો કે, ડોકલામ તેના વિસ્તાર તરીકે છે. ભાજપે ગયા વર્ષે જ ખેંચતાણ વચ્ચે બોધપાઠ લઇ લીધા હશે.
કોંગ્રેસ અધ્યક્ષે ચીનના આ નિવેદન તરફ ધ્યાન દોરતા ટિ્‌વટ કરીને કહ્યું છે કે, ગયા સપ્તાહમાં હજારો લોકોએ તેમના ટિ્‌વટર સર્વેમાં ભાગ લીધો હતો. ૬૩ ટકા લોકોએ કહ્યું હતું કે, મોદી ડોકલામના મુદ્દે ગળે લગાવવા માટેની રાજનીતિ અપનાવશે. સંરક્ષણમંત્રી ઉપર આક્ષેપ મુકશે. જાહેરરીતે હોબાળો મચાવશે. રાહુલે કહ્યું છે કે, ભારત તરફથી તેઓ આશા રાખે છે કે, અમારા ૫૬ ઇંચના શક્તિશાળી વ્યક્તિ પાસે કોઇ યોજના હશે. ગયા વર્ષે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સિક્કમ નજીક ડોકલામમાં ૭૩ દિવસ સુધી ખેંચતાણનો દોર રહ્યો હતો. આ પહેલા ભારતીય પક્ષે ચીની સેના દ્વારા વિવાદાસ્પદ ક્ષેત્રમાં માર્ગ નિર્માણની ગતિવિધિને રોકી દેવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદથી ભારત અને ચીનના જવાનો આમને સામને રહ્યા હતા. બંને દેશો વચ્ચે યુદ્ધ થઇ જશે તેવી વાત થઇ હતી. જો કે, છેલ્લે ચીનની સેના પીછેહઠ કરવા માટે રાજી થઇ ગઇ હતી અને વિવાદનો અંત આવ્યો હતો. કટોકટીના ગાળા દરમિયાન ભાજપે ખુબ જ સાવધાનીપૂર્વક શાસન ચલાવવામાં સફળતા મેળવી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચીનની સ્થિતિ નબળી કરી હતી. આખરે ચીની સૈનિકો પીછેહઠ કરી ગયા હતા. જો કે, ૭૩ દિવસ સુધી ચાલેલી મડાગાંઠને લઇને વિશ્વના દેશોમાં ચિંતાનું મોજુ રહ્યું હતું.

Related posts

લોકસભા ચૂંટણી પહેલા અખિલેશનું નિવેદન : ઉત્તર પ્રદેશમાં બિન-કોંગ્રેસી હશે ગઠબંધન

aapnugujarat

दो करोड़ निर्माण श्रमिकों को महामारी के दौरान दी गई कुल 5,000 करोड़ रुपए की राहत : गंगवार

editor

વૈશ્વિક ક્રૂડમાં ભડકો, પેટ્રોલના ભાવે દિલ્હીમાં રૂ. ૭૦ની સપાટી કૂદાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1