Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વૈશ્વિક ક્રૂડમાં ભડકો, પેટ્રોલના ભાવે દિલ્હીમાં રૂ. ૭૦ની સપાટી કૂદાવી

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં હજુ પણ ભડકો થઈ રહ્યો હોવાથી દિલ્હીમાં પ્રથમવાર ડીઝલની કિંમત લીટરે રૂ. ૬૦ અને પેટ્રોલનો ભાવ રૂ. ૭૦ થઈ ગયો છે.દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ના જણાવ્યા અનુસાર ડીઝલના ભાવ ૨૦૧૪થી અંકુશમુક્ત કરાયા છે. ત્યારે ક્રૂડના વૈશ્વિક ભાવમાં ઘટાડા તરફી પ્રવાહ હતો.સરકારે ત્યારે પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાં પણ વધારો કર્યો હતો અને આ સાથે એવી ખાતરી આપી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધશે તો તેમાં ઘટાડો કરી શકાય છે. દિલ્હીમાં આજે રવિવારે લીટરે પેટ્રોલનો ભાવ રૂ. ૭૦.૨૮ અને ડીઝલનો ભાવ રૂ. ૬૦.૩૧એ પહોંચી ગયો છે. ત્રીજી ઓક્ટોબરે લિટર પેટ્રોલનો ભાવ રૂ. ૭૦.૮૮ હતો. તે પછી આ સર્વોચ્ચ સપાટી છે. ૨૦૧૪ના ગાળામાં પેટ્રોલનો ભાવ લીટરે રૂ. ૭૦ કુદાવી જવાની ધારણા હોવાથી સરકારે એકસાઈઝ ડ્યુટીમાં બે-બે ટકાનો ઘટાડો પણ કર્યો હતો. આમછતાં પેટ્રોલ અને ડીઝલ બંનેમાં વધારાની ચાલ જારી રહી હતી.મોદી સરકારે ડીઝલની એકસાઈઝ ડ્યુટીમાં ૩૮૦ ટકા કરતાં પણ વધારો કર્યો છે. આથી તેનો ભાવ રૂ. ૩.૫૬થી વધી લીટરે રૂ. ૧૭.૩૩ થઈ ગયો હતો. આ જ પ્રમાણે પ્રેટ્રોલની એકસાઈઝ ડ્યુટીમાં પણ ૧૨૦ ટકા જેટલો વધારો ઝીંકાયો હતો.હાલમાં વૈશ્વિક બજારમાં બ્રેન્ડ ક્રૂડનો ભાવ બેરલ દીઠ ૬૭ ડોલર કરતાં વધારે છે. ૨૦૧૪માં ક્રૂડના ભાવમાં જોરદાર કડાકા અગાઉ આ ભાવ બેરલ દીઠ ૧૧૫ ડોલરે પહોંચી ગયો હતો.

Related posts

१५ अगस्त के अपने भाषण के लिए मोदी ने लोगों से सुझाव मांगे

aapnugujarat

देहरादून-नई दिल्ली नंदा देवी एक्सप्रेस का कोटा तक बढ़ाने का फैसला

aapnugujarat

કોંગ્રેસ-લેફ્ટ સાથે અમારા મુકાબલો રાજ્યમાં, રાષ્ટ્રીય સ્તરે અમે એક : મમતા બેનર્જી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1