Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા માર્ચમાં યોજાશે

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન હેઠળ ૧૦માં અને ૧૨માં ધોરણની પરીક્ષા માર્ચમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ વાઈઝ શીટની જાહેરાત થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં તેની પણ જાહેરાત કરવામાં આવશે.
કેટલાક ન્યૂઝ પોર્ટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે તારીખ વાઈઝ શીટની જાહેરાત ૫ જાન્યુઆરીએ થશે, પરંતુ તેવુ થયું નથી. જોકે, બોર્ડના અધિકારી દ્વારા જાહેર કરાયેલી તારીખની પુષ્ટિ હજુ સુધી પુષ્ટિ કરાઈ નથી.
ગયા વર્ષે ૧૦મા અને ૧૨મા ધોરણ માટે તારીખ વાઈઝ શીટની જાહેરાત ૯ જાન્યુઆરીએ કરવામાં આવી હતી. તો ૨૦૧૬માં ૪ જાન્યુઆરીએ તારીખ વાઈઝ સીટની જાહેરાત કરાઈ હતી. એવામાં આ સપ્તાહમાં તારીખ વાઈઝ શીટની જાહેરાત થવાની શક્યતા વધી જાય છે. બીજી તરફ ૧૬ જાન્યુઆરીએ પ્રેક્ટિકલ્સનું આયોજન થઈ શકે છે. જોકે, હાલમાં સીબીએસઈએ આ વાતની પુષ્ટિ કરી છે કે ૧૦ અને ૧૨મા ધોરણની પરીક્ષાઓનું આયોજન હોળી બાદ માર્ચમાં કરાશે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાની બીજી તારીખે હોળીનો તહેવાર છે.

Related posts

વિદેશ ભણવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો

aapnugujarat

UKના નવા ઈમિગ્રેશન નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે ફટકો

aapnugujarat

મનસુખ માંડવિયાએ નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન સિસ્ટમ લોંચ કરી

editor

Leave a Comment

UA-96247877-1