Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુનંદા પુષ્કર મૃત્યુ મામલે થરુર વિરુદ્ધ આરોપો ઘડવાની સુનાવણી મોકૂફ

દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં શશિ થરુર વિરુદ્ધના આરોપો ઘડવા અંગેની સુનાવણી ટાળી દીધી છે. ૧૨ એપ્રિલના રોજ સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપો ઘડવાની બાબતમાં ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. ગત ૨૬મી માર્ચે આ કેસના આરોપી અને કોંગ્રેસના સાંસદ શશિ થરુરે કહ્યું હતું કે, જ્યારે આત્મહત્યાનો આરોપ સાબિત જ થતો નથી, ત્યારે ઉશ્કેરવાનો આરોપ લગાવવાનો કોઈ અર્થ નથી. શશિ થરુર તરફથી વકીલ વિકાસ પાહવાએ આ કેસમાં શશી થરુરને નિર્દોષ જાહેર કરવાની માગ કરતા કહ્યુ હતું કે, શશિ થરુરે સુનંદા પુષ્કરને માનસિક કે શારીરિક રીતે ત્રાસ આપ્યો નથી. તેમણે કહ્યું હતું કે, સુનંદા પુષ્કરના સંબંધીઓના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે, તે આત્મહત્યા કરી શકે નહીં. સંબંધીઓએ શશિ થરુર પર કોઈ આરોપ લગાવ્યો નથી. ફરિયાદી પક્ષ એટલું જ કહી રહ્યો છે કે, શશિ થરુરના લગ્નેત્તર સંબંધો હતા.

Related posts

किसान मानधन योजना 12 सितंबर को होगी लांच

aapnugujarat

જમ્મુમાં સ્થિતી હજુ પણ તંગ છતાં સંચારબંધીમાં છુટછાટ

aapnugujarat

कैलाश मानसरोवर यात्रा फिर से शुरू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1