Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે 73માં ગણતંત્ર દિવસની કરવામાં આવી ઉજવણી

આપણો દેશ સ્વતંત્ર થયા પછી ભારતનું સંવિધાન બનાવવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી તેણે જ ભારતના બંધારણની રચના કરી છે આ બંધારણ ભારતમાં 26 મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજથી અમલમાં આવ્યું એટલે જ 26 મી જાન્યુઆરી આપણા ગણતંત્રનો જન્મદિવસ છે આ ગણતંત્ર દિવસને પ્રજાસત્તાક દિન તરીકે પણ ઓળખવામાં આવે છે

ગણતંત્ર દિવસ ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે સરકારી ઓફિસો અને શાળા પાઠશાળાઓ ધ્વજવંદન અને મનોરંજનના કાર્યક્રમો રાખવામાં આવે છે તે અંતર્ગત ચૂડા ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ખરેખર 26મી જાન્યુઆરી આપણા માટે ગૌરવનો દિવસ છે.આ દિવસે આપણે આપણા દેશને ગૌરવ અપાવવા માટેની પ્રતિજ્ઞા કરવી જોઈએ.ધાર્મિક તહેવારો આપણી ધર્મભાવનાને કરે છે તેથી જીવનમાં ધાર્મિક તહેવારોનું ઘણું મહત્વ છે, તો વળી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થી આપણી રાષ્ટ્રીય ભાવના વિકસે છે.ત્યારે ચૂડા ખાતે મામલતદાર ઝાપડાની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો અને મામલતદાર ચુડા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.જેમાં પીએસઆઇ ચુડા, તાલુકા વિકાસ અધિકારી, હોમગાર્ડના જવાનો તથા ચુડાની રાષ્ટ્રપ્રેમી જનતાએ હાજરી આપી હતી.

Related posts

ત્રણ જિલ્લાના છ બૂથ પર ૧૪ ડિસેમ્બરે ફેર મતદાન

aapnugujarat

રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો થયો પ્રારંભ

editor

વિજાપુર બવાહીર વ્હોરા સમાજનો દીકરો ઓનલાઇન ડીજીટલ સ્ટોરી ટેલેન્ટ ની સ્પર્ધા માં પ્રથમ આવ્યો

editor

Leave a Comment

UA-96247877-1