Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા લીંબડી શહેર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.વીતેલા દિવસોમાં કોરોનાની બીજી લહેરમાં બ્લડની ખૂબ જ તંગી પડી હતી.જ્યારે હાલમાં જ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બ્લડની અછત ન પડે અને જરૂરિયાતમંદોને સહેલાઇથી રક્ત મળી રહે તેને અનુલક્ષી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે લીંબડી શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ ટીમના સહયોગથી આયોજીત કરવામાં આવેલ હતું ત્યારે લીંબડી શહેર યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને રક્તદાન કર્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Related posts

ડભોઇ બોડેલી રોડ ઉપર છેલ્લા ઘણા સમય થી રોડની બંને સાઈડ રેતીના થર,વાહન ચાલકોને ભારે હાલાકી

editor

ઉપલેટા નવા તાલુકા પંચાયતનું કરવામાં આવ્યુ લોકાર્પણ

editor

जो कुछ भी हमारे पड़ोसी के कब्जे में है वह हम तक आ जाएगा : राम माधव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1